(જી.એન.એસ) તા. ૫
નવી દિલ્હી,
રાજધાની દિલ્હીના લાજપતનગર સ્થિત આઈ 7 હોસ્પિટલમાં ભયંકર આગ લાગવાણી ઘટના બની હતી. આગ એટલી ભયંકર અને ભીષણ હતી કે ફાયર બ્રિગેડની 1૨ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવા કલાકો સુધી ભારે જેહમત ઉઠાવી હતી. આ ઘટના નાગે જાણવા મળી રહ્યું છે કે આગ સવારે 11.30 વાગ્યે લાગી હતી. આ બાબતની પુષ્ટિ કરતા ફાયર ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે આ હોસ્પિટલ લાજપત નગર મેટ્રો સ્ટેશન પાસે વિનોબા પુરીમાં છે. સ્થળ પર વાહનોની સંખ્યા વધીને 16 થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગ્યા બાદ આસપાસની દુકાનો પણ ખાલી કરાવવામાં આવી હતી.
આઇ 7 હોસ્પિટલમાં આગ નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં આઇ મંત્ર હોસ્પિટલમાં બીજી મોટી આગ ફાટી નીકળ્યાના દિવસો પછી આવી છે. આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કારણ કે લોકોને ઈમારતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એમ દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.