Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીના પંજાબી બાગમાં બિલ્ડીંગની બાલ્કની પડી ગઈ, કાટમાળ નીચે દબાઈ જવાથી એક...

દિલ્હીના પંજાબી બાગમાં બિલ્ડીંગની બાલ્કની પડી ગઈ, કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલા અને 3 વર્ષના બાળકનું મોત થયું

19
0

(GNS),25

દિલ્હીના (Delhi) પંજાબી બાગમાં આજે એટલે કે મંગળવારે એક મોટી દુર્ધટના બની હતી. અહીં એક ઈમારતની બાલ્કની પડી ગઈ હતી, જેના કારણે કાટમાળમાં દટાઈ જવાને કારણે એક મહિલા અને 3 વર્ષના બાળકનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ઘણી જૂની છે. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયાના સમાચાર છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મહિલાનો પરિવાર ઘરની અંદર હતો. તે જ સમયે, દુર્ઘટના બાદ સ્થાનિક લોકો દોડીને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત રેસ્ક્યૂ ટીમ ફાયર એન્જિન સાથે સ્થળ પર હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા મજૂરી કરીને ઘર ચલાવતી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ઘટના બાદ વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઈમારત જર્જરિત હાલતમાં છે. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે બિલ્ડિંગના માલિક સાથે પણ વાત કરવામાં આવશે. આ ઘટના પંજાબી બાગ પશ્ચિમમાં બની હતી. માતા-પુત્રના મોતથી વિસ્તારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. પાડોશીઓ ઘાયલોની ઝડપથી સાજા થાય તેવી કામના કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, મૃતકના સંબંધીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ પણ ઝડપથી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં આ જ મહિનામાં આંબેડકર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગનો 4થો માળ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં 4થી 5 લોકો ઘાયલ થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઇ.ટી.આર માં ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી શરૂ
Next articlePM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા