Home મધ્ય ગુજરાત અમદાવાદ દિલ્હીના ડે.સીએમ મનિષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા યોજશે

દિલ્હીના ડે.સીએમ મનિષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા યોજશે

44
0

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણેક મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જાેરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતમાં આવીને જનતાને ગેરંટી આપી રહ્યાં છે. તેમણે વેપારીઓ અને રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં એક રિક્ષાચાલકને ત્યાં ભોજન ગ્રહણ કર્યું હતું.

બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ ગુજરાતમાં આપનો જુવાળ જગાવવા રેલી કરશે. હવે કેજરીવાલે મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસની પણ જાહેરાત કરી છે. તેમણે ટિ્‌વટર પર ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ‘ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે. મનીષ સિસોદિયા જલ્દી જ ગુજરાતમાં યાત્રા યોજશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટિ્‌વટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયાજીનું ગુજરાતમાં સ્વાગત છે.

ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોજગારના મુદ્દે મતદાન કરીને પરિવર્તન લાવીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વૈષ્ણૌદેવી સર્કલ પાસે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે હું કહેવા માગું છું કે ભાજપે આખા દેશને ડરાવીને રાખ્યો છે. સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાતમાં પંજાબમાં હું એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયો હતો અને હે વીડિયો વાઇરલ થયો હતો ગુજરાતમાં છું અને એક રિક્ષાચાલકે મને ઘરે જમવાનું કીધું છે તો હું તેમના ઘરે જમવા જઈશ.

આજ દિન સુધી ભાજપના કોઈ મુખ્યમંત્રીના ઘરે ગયા છે ? અમે તમારા છીએ. મને દિલ્લીના રિક્ષાચાલકો પ્રેમ કરે છે.કોરોનામાં લોકડાઉનમાં દિલ્હીમાં અમે બે વાર રૂપિયા ૫૦૦૦ રીક્ષાચાલકોને આપ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભયમુક્ત વાતવરણ આપવામાં આવશે. લોકોના મનમાંથી ડર કાઢવાની જરૂર છે. સૌથી વધુ જીએસટીથી વેપારીઓ દુઃખી છે. જીએસટીને એટલું મજબૂત કર્યું છે કે આ બાબતને સરળ બનાવીશું. કેન્દ્ર અને ગુજરાત લેવલે પણ રજુઆત કરીશું. જીએસટીને સરખું કરવું જરૂરી છે.

વેપારીઓની એક જ મોટી સમસ્યા પેમેન્ટની છે. માલ વેચીએ પરંતુ ચુકવણી થતી નથી જેથી વેપારીઓ તેના માટે ડૂબે છે. આ બાબતે અમે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છીએ અને તેનો કાયદો બનવો જાેઈએ તેવી વ્યવસ્થા કરીએ છીએ. ગુજરાતમાં સરકાર બનશે તો ૬ મહિનામાં રિફંડ કરીશું.અમે ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવીશું. એકપણ સરકારી કર્મચારી કે પોલીસકર્મીઓની હિંમત નહી થાય કે પૈસા માગે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની ખરીદી જળવાઈ રહેતા ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ યથાવત્…!!
Next articleગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખનું સૂચન,‘ફાસ્ટફૂડ પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવો જાેઈએ’