Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી

29
0

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીથી ઉત્તર પ્રદેશના વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી ગઈ છે. ફ્લાઈટને ઈન્વેસ્ટિગેશન માટે આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું હતું અને  ઉડ્ડયન અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ મુજબ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી છે. મુસાફરોને કેબિન ક્રૂ ની મદદથી ઈમરજન્સી એક્ઝિટ ડોરથી બહાર કાઢવામાં આવ્યા હતા. વહેલી સવારે રાજધાની દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો અને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ ઘટના બાબતે માહિતી મુજબ અધિકારીઓને ફ્લાઈટમાં  તપાસ કર્યા બાદ શંકાસ્પદ કશું મળ્યું નથી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું અને સવારે 5.35 વાગ્યે તેની જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલઘર રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેનનાં કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો
Next articleછેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં ઈરાનની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે: કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર