Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીથી લેહ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા  દિલ્હી એરપોર્ટ પર પાછી...

દિલ્હીથી લેહ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા  દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી

19
0

મોટી દુર્ઘટના ટળી

(જી.એન.એસ) તા. 26

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીના એરપોર્ટ પરથી ટેકઑફ  કર્યા બાદ ફ્લાઇટનું પાછું લેન્ડિંગ કરવું પડ્યું હતું અને એક મોટી દુર્ઘટના પણ થતાં રહી ગઈ. આ ઘટનામાં દિલ્હીથી લેહ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લેહ માટે ઉડાન ભર્યા બાદ સ્પાઈસજેટની ફ્લાઈટ સાથે (બર્ડ હીટ) પક્ષી અથડાવાણી ઘટના બની હતી. પક્ષી સાથે અથડાયા બાદ એન્જીનમાં વાઇબ્રેશનના કારણે ફ્લાઈટને પરત દિલ્હી એરપોર્ટ ફરવું પડ્યું હતું. હાલમાં સ્પાઈસ જેટની ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી છે અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

સ્પાઈસ જેટનું પ્લેન દિલ્હીથી લેહ જવા માટે એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ રવિવારે સવારે પક્ષીઓની ટક્કરથી દિલ્હી પરત ફર્યું હતું. એરલાઈને આ જાણકારી આપી. વિમાન એરપોર્ટ પર સલામત રીતે ઉતરી ગયું અને તમામ મુસાફરો સામાન્ય રીતે બહાર આવી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 135 લોકોને લઈને લેહ જઈ રહેલું બોઈંગ 737 પ્લેનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થયું હતું.

સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષી એરક્રાફ્ટના એન્જિન 2 સાથે અથડાયા બાદ એસજી એરક્રાફ્ટ પરત ફર્યું હતું. એરલાઈન્સે સ્પષ્ટતા કરી છે કે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું નથી, પરંતુ તે સામાન્ય રીતે લેન્ડ થયું છે. સવારે 10:30 વાગ્યે ટેકઓફ કર્યા બાદ એન્જિન વાઇબ્રેશનને કારણે પ્લેન સવારે 11 વાગ્યે પરત ફર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડ પોલીસે અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી  
Next articleભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, ઉત્તર બંગાળની ખાડી પર આવેલ ‘રેમાલ’ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે