Home મધ્ય ગુજરાત અમદાવાદ દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરલાઈન્સની ફ્લાઇટ ને બોમ્બ ની ધમકી મળતા અમદાવાદ...

દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરલાઈન્સની ફ્લાઇટ ને બોમ્બ ની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ

30
0

(જી.એન.એસ) તા. 3

અમદાવાદ,

દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરલાઈન્સની ફલાઈટનું અચાનક અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. બોમ્બની ધમકીને પગલે આ ફલાઈટનું અમદાવાદમાં ઉતરાણ થતા મુસાફરોમાં ગભરાટ જોવા મળ્યો હતો.  ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળવાના કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમચારોની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે સોમવારે સવારે અકાસા એરલાઈન્સની એક ફલાઈટની બોમ્બની ધમકી મળી હતી.

વાસ્તવમાં બોમ્બના ધમકીના કારણે દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફ્લાઈટ અકાસા એરલાઈન્સની છે, જ્યાંથી બોમ્બ હોવાની માહિતી મળી છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલ તપાસ ચાલી રહી છે.

ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા, ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવ્યા બાદ હવે આકાસા એરલાઈન્સ દ્વારા પણ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. અકાસા એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આકાસા એરના પ્રવક્તાને જવાબદાર ગણવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટ ક્યૂપી 1719ને સુરક્ષા ચેતવણી મળી હતી. આ ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા, જેમાં 1 બાળક અને 6 ક્રૂ મેમ્બર સામેલ હતા. મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા
સુરક્ષા ચેતવણી મળ્યા બાદ, નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અહીં ઉતર્યા બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. અકાસા એર દ્વારા જમીન પરના તમામ સલામતીનાં પગલાં અને સુરક્ષા પ્રોટોકોલને અનુસરે છે અને તેનું સમર્થન કરે છે.

અમદાવાદ એરપોર્ટ પર અકાસા એર ની ફ્લાઇટ ના લેન્ડિંગ બાદ પોલીસ સાથેજ એજન્સીઓ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા વધુ વ્યાપક “સંધિ” અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે
Next articleઅમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો