ફ્લાઈટમાં પડતી હાલાકીને કારણે ઘણાં મુસાફરોએ પરેશાન થવું પડતું હોય છે, પરંતુ કેટલાક મુસાફરો આવી સ્થિતિમાં અજુગતું પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના બની છે કે જેમાં એક મુસાફરે ફ્લાઈટ મોડી પડતા ડરામણી ટ્વીટ કરી દેતા દિલ્હી પોલીસે પગલા ભર્યા છે. દિલ્હી પોલીસ સમક્ષ અજુગતી ટ્વીટ કરનારા શખ્સે આ પગલું શા માટે ભર્યું તે અંગે ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે 29 વર્ષના પુરુષ મુસાફરની ધરપકડ કરી લીધી છે, આ ધરપકડ પાછળનું કારણ છે કે મુસાફરે ફ્લાઈટ મોડી પડતા આવેશમાં આવીને ‘ફ્લાઈટ હાઈજેક’ કરી હોવાની ટ્વીટ કરી દીધી હતી. મોતીસિંહ રાઠોડ નામના મુસાફરે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પરથી ફ્લાઈટ પકડવાની હતી. રાજસ્થાનના નાગુરના રહેવાસી મોતીસિંહે 25 જાન્યુઆરીએ ખરાબ હવામાનના કારણે દુબઈ-જયપુર ફ્લાઈટને IGI એરપોર્ટ પર ડાયવર્ટ કરાયા પછી મોડું થવાથી આ ટ્વીટ કરી હતી.
પોલીસે આ મામલે જણાવ્યું છે કે, ફ્લાઈટ 09:45 મિનિટે દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી, જે પછી હવામાન સામાન્ય થતા તેને 13:40 વાગ્યે રવાના થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન એક મુસાફરે ‘ફ્લાઈટ હાઈજેક’ થઈ હોવાનું ટ્વીટ કર્યું હતું. આ અંગે માહિતી મળતા મોતીસિંહને તેના સામાન સાથે ફ્લાઈટમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો અને એરક્રાફ્ટની સુરક્ષા અંગે તપાસ કરવામાં આવી હતી, અને આ પછી સ્થિતિ સુરક્ષિત હોવાની સૂચના મળ્યા પછી ફ્લાઈટ તેના નિર્ધારિત સ્થાન પર જવા માટે રવાના કરવામાં આવી હતી. વધુમાં ‘ફ્લાઈટ હાઈજેક’ની ટ્વીટ કરનારા મુસાફરે લોકોના જીવ અધ્ધર કર્યા હતા તે બદલ તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ફ્લાઈટ મોડી પડતા ખોટી રીતે ટ્વીટ કરીને ડરનો માહોલ ઉભો કરનારા મુસાફર મોતીસિંહની સામે IPC (Indian Penal Code)ની કલમ 341/505(1)(b)/507 હેઠળ આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 29 વર્ષના આરોપી મોતીસિંહ રાઠોડની ધરપકડ થયા બાદ તેણે પોલીસને આમ કરવા પાછળનું કારણ જણાવ્યું કે, “ફ્લાઈટ અટકાવી દેવામાં આવી હોવાથી હું નિરાશ થઈ રહ્યો હતો” જેના લીધે પોતે આ પ્રકારની ટ્વીટ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.