Home ગુજરાત દિલ્હીથી પકડાઇ વધુ 17 કરોડની નકલી નોટ, 14 લોકો સાથે ઠગાઇ કરાઇ

દિલ્હીથી પકડાઇ વધુ 17 કરોડની નકલી નોટ, 14 લોકો સાથે ઠગાઇ કરાઇ

31
0

29 મી સપ્ટેમ્બરના રોજ કામરેજ ખાતે થી એમ્બ્યુલન્સ માંથી પકડાયેલી બનાવટી ચલણી નોટ બાબતે તપાસ નો રેલો મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. જિલ્લા પોલીસે દિલ્હીથી વધુ રૂપિયા 17.75 કરોડની બનાવટી નોટ પકડતાં હવે અત્યાર સુધીમાં 5 જગ્યાએ થી કુલ 334 કરોડ ના અંકિત મૂલ્ય ની બનાવતી નોટ કબ્જે કરવામાં આવી છે.હાલમાં મુંબઇ અને દિલ્હી થી વધુ બે આરોપી ઝડપાતા આ પ્રકરણ માં પોલીસે કુલ આઠ આરોપી ની ધરપકડ કરી છે. જામનગરના ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંથી 25 કરોડની બનાવટી નોટ પોલીસે કબ્જે કરી હતી.

આરોપી ના ઘર જામનગર અને આણંદ બાદ પોલીસે મુંબઈ થી કુલ 227 કરોડની બનાવટી નોટ કબ્જે કર્યા બાદ બે દિવસ અગાઉ ગુનામાં સંડોવાયેલા પ્રવીણ સુખલાલ સિસોદિયા ની ધરપકડ કરી હતી 5 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.આરોપી પાસેથી દિલ્હીના રહેવાસી અમિત રાણા નામના ઇસમની સંડોવણી પણ બહાર આવી હતી.આ સંદર્ભે જિલ્લા પોલીસની એક ટીમ તપાસ અર્થે દિલ્હી ખાતે પહોચી હતી.

જ્યાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અને બાઉન્સર તરીકે ફરજ બજાવતા અમિત જય ભગવાન રાણા (રહે.બી /28,બુદ્ધ નગર ઇન્દુપુરી,ન્યુ દિલ્હી મૂળ રહે. જી.સોનીપત, હરિયાણા) ની અટકાયત કરી હતી.તેના રહેઠાણના ઘરે સર્ચ કરતાં વધુ રૂપિયા 17,75,50,000/- કરોડ ની અંકિત મૂલ્ય ની બનાવટી નોટ કબ્જે કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આ બનાવટી નોટ દિલ્હી માં છપાઈ હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી હતી.

આ પ્રકરણ માં જિલ્લા પોલીસ દિલ્હી,મુંબઇ અને સૌરાષ્ટ્ર સહિત અન્ય સ્થળો એ ટીમ મોકલી તપાસ કરી રહી છે. બનાવટી નોટ પ્રકરણમાં ટ્રસ્ટ કે કંપનીના નામે ઠગ ટોળકી એ કુલ 14 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે જણાવ્યું હતું કે ‘જેમની સાથે ઠગ ટોળકી એ છેતરપિંડી કરી છે એવાં કુલ 14 જેટલાં વ્યક્તિના નામ પોલીસ પાસે આવી ગયા છે

અને તેમની સાથે અંદાજિત 3 કરોડ થી વધુ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.’જિલ્લા પોલીસે હજી સુધી માં બનાવટી નોટ ની સાથો સાથ કુલ 20 લાખ રૂપિયા ના મૂલ્ય ની ઓરિજનલ નોટ પણ કબ્જે કરી છે. પોલીસે આ પ્રકરણમાં હમણાં સુધી કુલ 337 કરોડ થી વધુની બનાવટી નોટ કબ્જે કરી છે

જ્યારે આરોપીઓ દ્વારા અંદાજિત 400 કરોડ થી વધુ ની બનાવટી નોટ છાપવામાં આવી હોવા નો અંદાજ છે.આરોપીઓ નો ઈરાદો ઓરિજનલ નોટ ની સાથે આ બનાવટી નોટ પણ બજારમાં ફરતી કરવાનો હોવાનું પોલીસ ને અનુમાન છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field