Home મનોરંજન - Entertainment દિપેન ભાનના પરિવારને ફંડ એકત્ર કરવા લોકોને અપીલ કરી

દિપેન ભાનના પરિવારને ફંડ એકત્ર કરવા લોકોને અપીલ કરી

50
0

થોડા દિવસ પહેલા પોપ્યુલર ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ના પોપ્યુલર પાત્ર મલખાન એટલે કે દિપેશ ભાનનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. દિપેશ કપાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો, જેના પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં ડૉક્ટર્સે દિપેશને મૃત જાહેર કર્યો હતો. દિપેશના ગયા પછી હવે તેનો પરિવાર એક અલગ મુશ્કેલીમાં ફસાય ગયો છે. હકીકતમાં દિપેશના ગયા પછી તેમના પરિવાર પર ૫૦ લાખની હોમ લોન છે, જે ચૂકવવાની છે. આવી સ્થિતિમાં ‘ભાભીજી ઘર પર હૈ’ની ટીમ દિપેશના પરિવારની મદદ માટે આગળ આવી છે. તાજેતરમાં આસિફ શેખ, જે ભાભીજી ઘર પર હૈમાં વિભુતી નારાયણનું પાત્ર ભજવે છે તેમને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આસિફ શેખ અને રોહિતાશ્વ ગૌડ જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં બંનેને દિપેશ ભાનના પરિવાર માટે શરૂ કરવામાં આવેલા ફંડનો ઉલ્લેખ કરતા જાેવા મળે છે. જેમાં બંને દિપેશના પરિવાર માટે ૫૦ લાખ રૂપિયા ભેગા કરવાની વિનંતી કરી છે. વીડિયોમાં આસિફ કહે છે- ‘દિપેશ ભાન, જે ભાભી જી ઘર પર હૈમાં મલખાનનું પાત્ર ભજવતો હતો, અચાનક તેમના નિધન થઈ ગયું અને તેમની પાછળ તેઓ પોતાની પત્ની અને એક ૧૮ મહિનાના બાળકને છોડીને ગયા છે. કેમ કે તેમનું કોઈ ફાઈનાન્સિયલ બેકગ્રાઉન્ડ નથી અને તેમના પર ૫૦ લાખની હોમ લોન પણ છે. ’ તેના પછીના વીડિયોમાં રોહિતાશ્વ કહે છે કે- ‘અમારો ઈરાદો માત્ર એટલો છે કે અમે કોઈપણ રીતે આ પરિવારને આ હોમ લોનમાંથી છૂટકારો મળે, પરંતુ દુઃખની વાત એ છે કે, ઘણા બધા લોકોએ ફેક આઈડી ક્રિએટ કર્યું છે અને કેટલાક ખોટી ગેરસમજનમાં પોતાનું ડોનેશન આપી રહ્યા છે. તેથી અમે કેપ્શનમાં ડોનેશન લિંક શેર કરી છે. તમને નિવેદન છે કે માત્ર આ લિંક પર ડોનેશન કરો. ભાભીજી ઘર પર હૈની પૂરી ટીમ તરફથી તે બધાનો આભાર, જે દિપેશ ભાનના પરિવાર માટે ડોનેટ કરી રહ્યા છે. ’ આ પહેલા સૌમ્યા ટંડન જે ભાભીજી ઘર પર હૈમાં પહેલા ગોરી મેમ એટલે કે અનીતા ભાભીનું પાત્ર પ્લે કરતી હતી, તેને પણ એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને દિપેશ ભાનના પરિવારની મદદની અપીલ કરી હતી. વીડિયોમાં તે કહે છે- દિપેશજી આજે અમારી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની ઘણી બધી યાદો અમારી વચ્ચે છે. તેમની ઘણી બધી વાતો મને યાદ રહેશે. મને તેમની વાતો આજે પણ યાદ છે. તેઓ હંમેશાં પોતાના ઘરની વાત કરતા હતા, જે તેમને હોમ લોન લઈને ખરીદ્યું હતું. આ ઘરને ખરીદ્યા પછી તેમને લગ્ન કર્યા અને પછી તેમને દીકરાનો જન્મ થયો. સૌમ્યા આગળ જણાવે છે કે- દિપેશ તો જતો રહ્યો, પરંતુ તેમને અમને ઘણી ખુશીઓ આપી અને હસાવ્યા છે. હવે તેને પરત કરવાની તમારી તક છે. આપણે તે ઘર તેને અને તેના દીકરાને પાછું કરી શકીએ છીએ. મેં એક ફંડની શરૂઆત કરી છે, જેમાં આવનારા તમામ પૈસા તેની પત્નીને આપવામાં આવશે. આ ફંડથી તે પોતાની હોમ લોન ચૂકવી શકશે. કૃપા તમે બધા ડોનેટ કરો ભલે અમાઉન્ટ નાની હોય કે મોટી. આપણે બધાએ મળીને તેનું સપનું પૂરું કરી શકીએ છીએ.
GNS News

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૨૦૨૩માં મિસ યૂનિવર્સ જૂના નિયમોને બદલી નાખશે
Next articleમેગાસ્ટાર ચિરંજીવીના જન્મદિવસે જાણો તેમના વિશે રસપ્રદ વાતો