Home રમત-ગમત Sports દિનેશ કાર્તિકને આઈપીએલે ફરી ટીમમાં સ્થાન અપાવતા સોશિયલ મીડિયા પર થયો ભાવુક

દિનેશ કાર્તિકને આઈપીએલે ફરી ટીમમાં સ્થાન અપાવતા સોશિયલ મીડિયા પર થયો ભાવુક

66
0

(જી.એન.એસ),તા.૨૪
નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની લીગ મેચ પૂરી થઈ ગઈ છે. હવે પ્લે ઓફ મુકાબલા શરૂ થવાના છે. તેની વચ્ચે દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ટીમની કમાન લોકેશ રાહુલ જેવા યુવા ખેલાડીને હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ તેની વચ્ચે ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં અમુક ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. જેમાં 37 વર્ષના દિનેશ કાર્તિકનું નામ પણ છે. IPL 2022માં રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુ ટીમ તરફથી રમતાં દિનેશ કાર્તિકે ટીમ માટે ધમાકેદાર ઈનિંગ્સ રમી. સાથે જ ટીમ માટે કેટલીક મેચ પણ પૂર્ણ કરી. પરિણામ એ આવ્યું કે દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માગણી સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટરોએ મૂકી. અને જ્યારે આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ત્યારે દિનેશ કાર્તિકનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી પછી દિનેશ કાર્તિક ઈમોશનલ થઈ ગયો. તેણે ટ્વિટર પર લખ્યું કે જો તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો તો બધું તમારા પક્ષમાં આવી શકે છે. તમારા બધાના સમર્થન અને વિશ્વાસ માટે આભાર. મહેનત ચાલુ રહેશે. આ ટ્વિટ ઉપરાંત દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુની યુ-ટ્યૂબ ચેનલ પર પણ એક મેસેજ આપ્યો. જેમાં તેણે કહ્યું કે આ તેનું સૌથી શાનદાર કમબેક રહ્યું છે. અનેક લોકોએ મારા પ્રત્યેથી આશા છોડી દીધી હતી. તેના પછી વાપસી માટે મહેનત કરી. અને પછી બધું મારા પક્ષમાં આવતું ગયું. IPL 2022માં દિનેશ કાર્તિક જોરદાર ફોર્મમાં જોવા મળ્યો. તેણે પોતાની ટીમને શાનદાર રીતે મેચ ફિનિશ કરીને આપી. જેના કારણે ટીમ અત્યારે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. કાર્તિકે આ સિઝનની 14 મેચમાં 287 રન બનાવ્યા. જેમાં તેની એવરેજ 57ની રહી છે. જ્યારે તે 9 વખત નોટઆઉટ રહ્યો. દિનેશ કાર્તિકે એવી રમત દર્શાવી કે તેને ટી-20 વર્લ્ડકપમાં ફિનિશર તરીકે જોવામાં આવી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBCCIએ પ્લેઓફ માટે જાહેર કર્યા નિયમ
Next articleડેરિવેટીવ્ઝમાં મે વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ દરેક ઉછાળે સાવચેતીનું વલણ…!!