(જી.એન.એસ) તા.4
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે પ્રખ્યાત હતા.
24 જુલાઈ 1937ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર તમામ કલાકારો માટે પ્રેરણારૂપ હતા. અભિનયની સાથે, મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, જેમાં “શહીદ” (1965), “ઉપકાર” (1967), “પૂરબ ઔર પશ્ચિમ” (1970), અને “રોટી કપડા ઔર મકાન” (1974) નો સમાવેશ થાય છે.
ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ મનોજ કુમારને 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- સુપ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તે હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.