Home ગુજરાત દાહોદમાં નકલી કચેરીના કેસમાં વધુ એક અધીકારીની ધરપકડ

દાહોદમાં નકલી કચેરીના કેસમાં વધુ એક અધીકારીની ધરપકડ

17
0

પોલીસે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી

(જી.એન.એસ),તા.૩૦

રાજકોટ

દાહોદમાં નકલી કચેરીના કેસમાં વધુ એક અધીકારીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી બે અધિકારી અને બે શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ નામ સામે આવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. જેઓ 2019થી પ્રાયોજન કચેરીના અધિકારી પદે નિમણૂક હતા. ત્યારે કાગળ પર ખડકેલ 6 કચેરીના પત્રવ્યવહાર પણ આરોપીઓ રૂબરૂ આવીને કરતા હતા. જેથી કોઈને પણ કૌંભાડની જાણ ન થઈ. ત્યારે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવતાં પૂછપરછ શરૂ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ પોલીસનાં જુગારધામ પર દરોડાથી જુગારી આલમમાં ફફડાટ
Next articleનશાકારક કફ સિરપ બનાવવામાં મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો