Home ગુજરાત દાહોદમાં ચકચારી નકલી એનએ પ્રકરણમાં વધુ ૬ શખ્સની ધરપકડ કરવામાં આવી

દાહોદમાં ચકચારી નકલી એનએ પ્રકરણમાં વધુ ૬ શખ્સની ધરપકડ કરવામાં આવી

9
0

(જી.એન.એસ)તા.૧૯

દાહોદ,

દાહોદના નકલી એનએ પ્રકરણમાં પોલીસે તપાસના ધમધમાટ દરમિયાન વધુ ત્રણ મિલકતધારકો તેમજ ત્રણ જમીન દલાલો સહિત ૬ને પકડી જેલભેગા કર્યા છે.  બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં બોગસ દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે રજૂ કરી નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમ ચોરીના જમીન કૌભાંડમાં નોંધાયેલી ૪ જુદી જુદી ફરિયાદોમાં અત્યાર સુધીમાં ૨૨ ની ધરપકડ કરવામાં આવી છે. જે ૬ પકડાયા છે તેઓને દાહોદ પોલીસે કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રેવન્યૂ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન નિયમો અને પ્રોસેસને કિનારે કરી બોગસ દસ્તાવેજોના આધારે એન્ટ્રી પડાવી નાણાકીય લાભ મેળવવાના જમીન કૌભાંડમાંં સામત સાકીર અબ્દુલ રહીમને રેવન્યૂ સર્વે નંબર ૪૯૫/૨ પૈકી ૨ માં, ઈદ્રીશ રસુલ જાડાને રેવન્યૂ સર્વે નંબર ૩૩૯/૪ માં તેમજ શબ્બીર ફકરૃદ્દીન ઝરણ વાલાને રેવન્યૂ સર્વે  નંબર ૨૩/૧ પૈકી પૈકી ૧ માં ધરપકડ કરવામાં આવી છે. ત્રણ જમીન દલાલો દીપક પંચોલી, ગનીભાઈ મન્સૂરી તેમજ પિંકેશ અગ્રવાલ સહિત કુલ ૬ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણની 13 GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડથી અણઘડ સંચાલનનો પકડવામાં આવ્યા
Next articleવડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરપીણ હત્યા થઈ