દાહોદ એલ.સી.બી. પોલીસે ઝાલોદ ત્રણ રસ્તા ઉપરથી બે ઈસમોને ચોરીની મોટરસાઇકલો સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીનગરથી ચોરી કરેલી 9 મોટરસાઈકલો સાથે 6 આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી ગાંધીનગર પોલીસ મથકના ગુનાઓને ડિટેક્ટ કરાયા હતા. દાહોદ જિલ્લામાં વધતી જતી મોટરસાઈકલ ચોરીની ઘટનાઓને રોકવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે .ત્યારે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરી સહીત વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી.
તેવા સમયે ઝાલોદથી ફતેપુરા જતા ત્રણ રસ્તા ઉપરથી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીવાળી પલ્સર મોટર સાઈકલ અને એક નંબર વગરની પલ્સર મોટર સાઇકલ લઈને આવતા બાઈક ચાલકોને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. બાઈક વાળીને ભાગવા જતા પોલીસે દોડી તેમને પકડી પાડ્યા હતા. તેમની પાસે મોટર સાઈકલના આધાર પુરાવા માંગતા તે મળી ના આવતા પોલીસે ઈ ગુજ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા બંન્ને મોટરસાઈકલ ગાંધીનગર ખાતેથી ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની સઘન પુછપરછ કરતા તેમણે કુલ 9 જેટલી મોટરસાઈકલો ચોરી હતી અને તેમાંથી કેટલાક સહઆરોપીઓને વેચી હતી. ગાંધીનગર પોલીસ મથક ખાતે બાઈકોના ગુના અંડીટેક્ટ હતા.
આ ગેંગની મોડેસ ઓપ્રેનડી પ્રમાણે આ બે પકડાયેલા આરોપીઓ અજમલ બચુભાઈ કિશોરી, મેહુલ ધીરાભાઈ પારગી, અમિતભાઈ મુકેશભાઈ કામોળ, નિતેષભાઈ ભુરસીંગભાઈ મછાર, દિવાનભાઈ નારસીંગભાઈ ભાભોર અને કલ્પેશભાઈ પર્વતભાઈ ડીંડોર (તમામ રહે. ફતેપુરા, જિ.દાહોદ) નાઓ અને તેમના અન્ય સાગરીતો જોડે મળી આ ગેંગના કુલ સાગરીતો દ્વારા જેઓ દાહોદ જિલ્લામાંથી અન્ય ગુજરાતનાં જિલ્લામાં મજૂરી કામ અર્થે નીકળતા હતા. ત્યાં એકલ ડોક્લ પડેલી મોટરસાઇકલોની રેકી કરી આજુ બાજુમાં કોઈ જોવા ના મળતા સ્ટેરીંગ લોક તોડી અથવા તો માસ્ટર ચાવીથી લોક ખોલી મોટર સાઇકલની ઉઠાતરી કરતા હતા.
જે બાદ બજારમાં સસ્તામાં વેચી દેવાની એમઓ ધરાવે છે. ત્યારે આ બે મોટર સાઇકલો બજારમાં વેચાય તે પહેલા જ એલ.સી.બી. પોલીસે તેમની અટકાયત કરી હતી. ચોરીની મોટર સાઇકલો અલગ અલગ જગ્યાએ સસ્તામાં વેચી મારનાર મુખ્ય આરોપી સહીત 6 આરોપીઓની અટકાયત કરી પોલીસે ગાંધીનગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે કુલ ચોરી કરેલી મોટર સાઈકલો 3,16,000 હજારના મુદ્દામાલનો કબ્જો મેળવી પોલીસે 6 આરોપીઓને ગાંધીનગર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.