Home ગુજરાત ઉત્તર ગુજરાત દાહોદના નકલી એન.એ પ્રકરણમાં વધુ ૮ મિલકતધારકોની સામે ગુનો દાખલ થયો

દાહોદના નકલી એન.એ પ્રકરણમાં વધુ ૮ મિલકતધારકોની સામે ગુનો દાખલ થયો

5
0

(જી.એન.એસ) તા.૨૦

દાહોદ,

દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ રૃરલ પોલીસ મથકે વધુ આઠ  મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. બનાવટી દસ્તાવેજોના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા ૮૫ પૈકી ૭૬ જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી તપાસોના ધમધમાટ વચ્ચે આજે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર બોગસ બિનખેતી પ્રકરણમાં બિનખેતી તેમજ ૭૩ એએ માં મુક્તિ મેળવવા સરકારમાં ભરવાપાત્ર થતી રકમની ચોરી કરી સરકાર જોડે છેતરપિંડીના કેસમાં તાલુકા પંચાયત કચેરીના શંકાસ્પદ ૧૯૭ સર્વે નંબરોમાંથી અગાઉ ૧૧૨ સર્વે નંબરોમાં ફરિયાદ દાખલ થયેલ છે. જેમાં ૧૨૫ કરતાં વધુ લોકો સામે નામ જોગ ગુનો નોંધી ધરપકડો પણ કરવામાં આવી હતી. બાકી ૮૫ સર્વે નંબરોમાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા તપાસના અંતે ૯ જેટલા સર્વે નંબરો સાચા નીકળ્યા હતા. જ્યારે અન્ય ૭૬ સર્વે નંબરોમાં બોગસ હુકમ થયા હોવાનું સામે આવ્યંર છે. આજે સિટિ સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે બે મહિલા સહિત આઠ મિલકત ધારકો સામે વધુ એક ફરિયાદ દાખલ થતા દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભરૂચના ના સાંસદનો મનસુખ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી
Next articleવડોદરામાં તપન પરમારને રહેંસી નાંખનાર નામચીન બાબર પઠાણ સહિત ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી