Home ગુજરાત ઉત્તર ગુજરાત દાહોદના દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા, અનેક સવાલો ઊભા થયા...

દાહોદના દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા, અનેક સવાલો ઊભા થયા ..??

20
0

(જી.એન.એસ) તા. 18

દાહોદ,

દેવગઢબારિયામાં ફરી એક વાર તેવો કિસ્સો બન્યો છે જેથી લોકોની ચિંતામાં વધારો થયો છે સાથેજ અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. થોડા દિવસ અગાઉ દેવગઢબારિયાના નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા માં ગુંજી રહ્યો હતો ત્યાં ગુરુવારે તેમની જ કચેરી ના રોજમદાર કર્મચારી મહેશ બારિયા એ એસિડ ની બોટલ ગટગટાવી આત્મહત્યા કરી લેતા દેવગઢબારિયામાં હડકંપ મચી જવા પામ્યો હતો.

થોડા દિવસ અગાઉ એક અધિકારીની આત્મહત્યાની પોલીસ ને કોઈ કડી મળે તે પહેલા તેમની જ કચેરી માં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા મહેશ બારિયા નામના કર્મી એ ઘરે થી ઓફિસ જવાનું નીકળ્યા બાદ સંતરોડ ખાતે એસિડ ની બોટલ ગટગટાવી હતી. જેને પગલે તેમની તબિયત લથડી હતી, અને પરિવારજનો ને જાણ થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમનું દુખદ અવસાન થયું હતું . આ બનાવ ને પગલે પરિવારજનો શોક માં ડૂબી ગયા હતા. સાથે જ વનવિભાગ સહિત જિલ્લા માં ખળભળાટ મચી ગયો હતો. અને દરેક ના મુખે એક જ સવાલ ઉઠી રહ્યો છે એક જ કચેરી માં બીજા કર્મચારી ની આત્મહત્યા પાછળ કારણ શું હોઈ શકે, હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત 12 જુલાઈ એ નાયબ વન સંરક્ષક આર એમ પરમારે દાહોદ સ્થિત તેમના નિવાસ સ્થાને વહેલી પરોઢે પોતાની ખાનગી રિવોલ્વર થી માથા માં ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટના ને પગલે વન વિભાગ ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને નિર્વિવાદિત અધિકારીએ આ પગલું ભરતા અને તર્ક વિતર્કો સર્જાયા હતા અને અધિકારી નું આ પગલું ભરવા પાછળ નું કારણ શોધવા પોલીસે એફએસએલ ની મદદ પણ લઈ અલગ અલગ દિશા માં તપસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકોને દાખલ કરવામાં આવ્યા  
Next articleવ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ભાવનગરના ગારીયાધારના આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વાહલુ કરી લીધું