(જી.એન.એસ)તા.12
રાજ્યમાં ફરી એક વાર ભાજપના નેતાનું કનેક્શન દારૂ ના ગેરકાયદેસર ધંધા સાથે સામે આવ્યું છે, આ પ્રકરણમાં ભાજપના નેતાજીને એમ કે પોલીસ તો અમારા ખિસ્સામાં છે પણ અહીં પોલીસે નેતાજીને એમની ઔકાત દેખાડી દીધી હતી. વાહ રે ભાજપના નેતાજી! દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરવા લાગ્યા, એમને એમ કે કેસરિયો પટ્ટો ધારણ કરો તો ખુલ્લી છૂટ. એવું હશે કે ભાજપ-ભાજપ કરીને નીકળી જોઈશું. આપણે તો ભાજપવાળા છીએ તો આપણને તો કોણ રોકશે? ભાજપવાળા પર હાથ નાંખવાની કોની હિંમત છે? પણ ભાજપના નેતાજીનું આખુંય ગણિત ઉંધું પડ્યું અને રસ્તા પર ઉભેલાં મામાએ પકડી પાડ્યાં. ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ પિવાય છે અને વેચાય પણ છે. સૌથી વધારે મલાઈ આ ધંધામાં હોવાથી હવે કેસરી ખેસ પહેરેલા નેતાઓ પણ આ ધંધામાં ઝંપલાવવા લાગ્યા છે કે આ ધંધા માટે કેસરિયો પહેરવા લાગ્યા છે. ભાજપના નેતાઓ આ પહેલાં પણ આ વ્યવસાયમાં પકડાઈ ચૂક્યા છે. ઘણા લોકો એમ માને છે કે કેસરી દુપટ્ટો ગાડી આગળ ભરાયેલો હશે તો પોલીસ રોકશે કે ટોકશે નહીં પણ અહીં તમે પોલીસની મરજી સિવાય કંઈ પણ કરી શકતા નથી. નેતાજીને એમ કે પોલીસ તો ખિસ્સામાં છે પણ મામા એમની રાહ જોઈને જ ઉભા હતા. આ કેસની વિગતો એવી છે કે પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને એક ગાડી ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવી રહી છે. જેથી પોલીસે બાતમીને આધારે આવેલી ગાડીને રોકી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.