Home ગુજરાત દારૂ ખુલ્લો કરી નાંખો…,.બાપુની માંગને પ્રચંડ ટેકો મળતાં, ભાજપ-કોંગ્રેસ ગભરાઇ ગયાં…?

દારૂ ખુલ્લો કરી નાંખો…,.બાપુની માંગને પ્રચંડ ટેકો મળતાં, ભાજપ-કોંગ્રેસ ગભરાઇ ગયાં…?

4703
0

ભાજપ-કોંગ્રેસના પિતામહ સમાન વાઘેલાબાપુએ હજુ તો બે જ મુદ્દા હાથ પર લીધા નેતાઓ હચમચી ગયા…!
ગુજરાતમાં બાપુએ ભાજપની 25 વર્ષની “કામગીરી: ને ધૂળ ચાટતી કરી નાંખી
ગુરૂવારે પત્રકાર પરિષદ યોજીને બાપુ કરશે ધડાકા-ભડાકા..?
કોરોનામાં ભાજપ-કોંગ્રેસના કહેવાતા પાણીદારો ઘરમાં લપાયેલા હતા ત્યારે બાપુએ સીવીલની મુલાકાત લઇને તંત્રની પોલ ખોલી નાંખી…..

(જીએનએસ. વિશેષ અહેવાલ), ગાંધીનગર,
સીએમ હતા ત્યારે સુરક્ષા વગર એકલા નિકળતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હજુ તો માત્ર બે જ મુદ્દા પ્રજાલક્ષી હાથમાં લીધા અને તેમના આ બે મુદ્દાને લોકોમાંથી જબરજસ્ત આવકાર મળ્યો છે. જો કે રાજનીતિના ભાગરૂપે વાઘેલાબાપૂને એનસીપીના પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરાયા છે પરંતુ એનસીપીના તેઓ રાષ્ટ્રીય મહામંત્રીપદે હજુ છે જ. અને તેમને જાહેરજીવનમાંથી દૂર કરવાના શરૂ થયેલા ષડયંત્રનો તેઓ ખુદ આવતીકાલે ગુરૂવારે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરશે ત્યારે ગુજરાતના રાજકારણમાં ફરીએકવાર રાજકિય તણખાં ઝરે તો નવાઇ નહીં. ઉલ્લેખનિય છે કે વાઘેલાબાપૂએ જ ખજૂરાહો કાંડ દ્વારા તે વખતે ભાજપના અચ્છા અચ્છા નેતાઓને ભૂ પીતા કરીને પક્ષના હિતમાં રાષ્ટ્રીય નેતાગીરી પાસેથી નિર્ણયો લેવડાવવામાં સફળ થયા હતા.

કેમ બાપુના એક નિવેદનથી ભાજપ-પોલીસ અને સરકારમાં ફાળ પડી…?!.
શંકરસિંહ વાઘેલાએ એનસીપીને ગુજરાતમાં રાજકિય મંચ મળે તે માટે ભાજપના દંભી નાટક દારૂબંધીના માલે જે ઝૂંબેશ શરૂ કરી તેનાથી ભાજપ, સરકાર અને પોલીસ તંત્રમાં ફાળ પડી છે. દારૂ ખુલ્લો થઇ જાય તો સત્તાવાળાઓના તોડપાણી બંધ થઇ જાય. દારીને કારણે જ પોલીસ તંત્રમાં જ્યાં દારૂના અડ્ડાઓ વધારે હોય ત્યાં પોસ્ટીંગ માટે કેવા ખેલ થાય છે તે સરકારમાં બેઠેલા નહીં જાણતા હોય તેવું તો બને જ નહીં. દારૂ છૂટથી મળે, ખરાબ માલ ના મળે અને લોકો શાંતિથી બીજા રાજ્યોના લોકોની જેમ દારૂના બે ઘૂટડા મારીને થાક ઉતારે તો તેમાં કાંઇ ખોટુ નથી, એવી લાગણી અમે દારૂ ખુલ્લો કરો..ની માંગ વધી રહી છે. બાપૂએ એક જબરજસ્ત મુદ્દો હાથ પર લઇને લોકોને કહ્યું ત્યારે 100માંથી 75 ટકાએ તેને ટેકો આપ્યો. ગુજરાતમાં દારૂબંધી એક ફારસ અને નાટક છે એમ વાઘેલાબાપુએ જાહેર કર્યું છે.

રાજકિય સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેવો કડક અમલ થાય છે એ ગુજરાતનું નાનું છોરૂ પણ જાણે છે. લોકડાઉનમાં પોલીસે જ દારૂની પેટીઓની હેરફેર કરી હોવાનું કડી દારૂકાંડમાં ખુલોસો થયો છે. ગુજરાત દારૂબંધીનું નાટક કરીને વર્ષે આબકારી જકાતની 3500 કરોડની આવક ગુમાવે છે. જો ગુજરાતમાં દારૂ ખુલ્લી થાય તો પીનારાઓને ગુણવત્તાયુક્ત લીકર કંપનીનો સારો માલ પીવા મળે. સરકારને ટેક્સરૂપે આવક મળે. છાશવારે થતાં લઠ્ઠાકાંડ ના થાય. અને કાયદો-વ્વયસ્થાની જવાબદારી જેમના શિરે છે એ પોલીસ તંત્ર પણ દારૂની ગેરકાયદે કમાણીમાંથી બહાર આવે, ભ્રકષ્ટાચાર અટકે એવા સારા હેતુ સાથે વાઘેલાબાપૂએ ગુજરાતમાં દારૂબંધી દૂર કરવાની માંગ કરીને જો તેઓ સત્તામાં આવશે તો 100 દિવસમાં જ દારબંધી દૂર કરીને દારૂ ખુલ્લો કરી દેશે, એવી ઝૂંબેશ સોશ્યલ મિડિયા અને મિડિયા દ્વારા શરૂ કરતાં તેને ભારે આવકાર મળતાં ભાજપના પેટમાં તેલ રેડાયું છે.
સૂત્રોએ કહ્યું કે કોરોનાના વર્તમાન સમયમાં કોઇ રાજકિય નેતા કે ખુદ સીએમ વિજય રૂપાણી પણ સીવીલ હોસ્પિટલની મુલાકાતે જતા નહોતા ત્યારે વાઘેલાબાપૂએ ટેકેદારો સાથે તાજેતરમાં જ સીવીલની મુલાકાત લીધી અને કોરોનાના ટેસ્ટીંગમાં ભાજપ સરકારની પોલ ખોલી નાંખતા સરકાર બેબાકળી બની છે. વાઘેલાબાપૂએ માત્ર 500 કે 700 રૂપિયામાં કોરોનાનું ટેસ્ટીંગ થઇ શકે એવો રસ્તો સરકારને બતાવ્યો અને સરકારની પોલખોલ કાર્યક્રમ શરૂ કર્યો કે ભાજપના પેટમાં ફાળ પડી છે. કોરોના ટેસ્ટીંગના અભાવે ગુજરાતમાં ભાજપના પાપે કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા એવો ખુલ્લો આરોપ શંકરસિંહે કરતાં ભાજપ સરકારમાં હલચલ મચી છે.

બાપુ ભાજપ માટે નેહલે પે દહેલા, ગુરૂવારે પત્રકાર પરિષદમાં આપશે જવાબ
કોરોના ટેસ્ટીંગ માટે ભાજપ સરકારે રોજેરોજ નિયમો બદલીને લાખો લોકોને જે હેરાન કર્યા તેને લઇને બાપુએ માત્ર 500 રૂપિયામાં કોરોનાનું પ્રાથમિક ટેસ્ટીંગ થઇ શકે એવી નાનકડી કીટ મિડિયા ,સમક્ષ રજૂ કરીને ભાજપ સરકારની પોલ ખોલી નાંખી છે. તેમણે હિંમતભેર જાનના જોખમે કોરોના સીવીલ હોસ્પિટલમાં જઇને તંત્રની ખબર લઇ નાંખતા ભાજપના નપાણિયા નેતાઓના હું પણ કોરોના વોરિયર….ઝૂંબેશની હવા કાઢી નાંખી છે. તેમના ટેકેદારો કહે છે કે વાઘેલાબાપુ ભાજપ માટે નહલે પે દેહલા સમાન છે. તેથી તેમને રોકવાના પેંતરા શરૂ થયા છે. આવતીકાલે ગુરૂવારે વાઘેલાબાપુ પત્રકાર પરિષદ યોજીને જવાબ આપે તેમ છે.

સૂત્રોએ કહ્યું કે બાપુના આ બે જ મુદ્દા હજુ તો શરૂ થયા અને ભાજપને ચચરી જતાં મિડિયામાં એવો પ્રચાર શરૂ કરાવ્યો કે બાપુથી એનસીપીની નેતાગીરી નારાજ છે. પરંતુ અસલમાં શંકરસિંહે ભાજપ સરકારમાં રહેલા દારૂબંધીના છિંડા ખોલી નાંખતા અને લોકોમાં દારૂબંધીને દૂર કરવાની માંગને જબરજસ્ત આવકાર મળતાં ભાજપે રાજકિય કાવાદાવા શરૂ કર્યા છે. અભ તો યે અંગડાઇ હૈ….એમ કહીને તેઓ કહે છે કે બાપુ કોઇનાથી ગાંજ્યા જાય તેમ નથી. લોકહિતમાં તેમણે કોઇને પણ છોડ્યા નથી. તેમને ચુપ કરાવવા તેમના ઉપર સીબીઆઇ અને ઇન્કમટેક્સની રેડ પણ કરાવવામાં આવી છે. છતાં ગુજરાતકા શેર બાપૂને કોઇ નમાવી શક્યા નથી.
સૂત્રોએ કહ્યું કે કોરોનાની મહામારીમાં ભાજપ અને રૂપાણી સરકાર ટોટલી ફેઇલ્યોર ગઇ છે. 25 વર્ષથી રાજ કરનાર ભાજપના સત્તાવાળાઓ એક સીવીલનું તંત્ર સુધારી શક્યા નથી એને કોરોના કિસ્સામાં નાગરિકો સાથે કેવી કેવી ક્રૂર હરકતો સીવીલના નઘરોળ અને નફફ્ટ તંત્ર દ્વારા કરવામાં આવી તેનો ખુલાસો વાઘેલાબાપૂએ જાહેરમાં કરતાં તેનાથી ડરી જઇને તેમને રાજકિય રીતે ખતમ કરી નાંખવાના પ્રયાસોનો પર્દાફાસ પણ તેઓ આવતીકાલે કરી શકે તેમ છે,

Previous articleકેવી કરૂણતા કહેવાયઃ નઠારા-નઘરોળ તંત્ર સામે કોરોના વોરિયર્સને હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા…!
Next article60 વર્ષથી બેફામ બનેલા કોંગ્રેસ અને ભાજપને કાબુમાં રાખવા ત્રીજો મોરચો અનિવાર્ય….!