Home દેશ - NATIONAL દારૂનો ધંધો કરવો એ મૌલિક અધિકાર નથીઃ સુપ્રિમ કોર્ટની ટિપ્પણી

દારૂનો ધંધો કરવો એ મૌલિક અધિકાર નથીઃ સુપ્રિમ કોર્ટની ટિપ્પણી

342
0

(જી.એન.એસ), તા.૩ નવી દિલ્હી
દારૂનો ધંધો કરવો એ મૌલિક અધિકાર નથી. રોજગારની આઝાદીનો અધિકાર દારૂના ધંધા પર લાગુ નથી થતો કારણ કે આ બંધારણીય સિધ્ધાંતમાં વ્યાપારની શ્રેણીમાંથી બહાર છે. આ સિવાય રોજગારનો અધિકાર જીવનના અધિકાર બાદ આવે છે. હાઇવે પર પ૦૦ મીટરના દાયરાથી દારૂની દુકાનો હટાવવાના આદેશમાં સુપ્રિમ કોર્ટે જીવન અને રોજગારના અધિકારની વ્યાખ્યા કરતા આ વાતા જણાવી છે.
કોર્ટની આ વ્યાખ્યા અનેક રીતે મહત્વની છે. દારૂબંધીને ગેરકાનૂની અને રોજગારની આઝાદીની વિરૂધ્ધ કહેવાવાળા માટે આ કાનૂની જવાબ હોય શકે છે. કોર્ટે કહ્યુ છે કે, રાષ્ટ્રીય અને રાજય રાજમાર્ગો ઉપર દારૂના વેચાણના માઠા પરિણામોને નજર અંદાજ કરી ન શકાય. માર્ગ અકસ્માતોનુ સૌથી મોટુ કારણ દારૂ પીને ગાડી ચલાવવાનુ હોય છે. બંધારણીય મુલ્યોમાં જીવનના અધિકારને સૌથી મહત્વનુ માનવામાં આવ્યુ છે. લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની રક્ષા કરવી જીવનના અધિકારને સુરક્ષિત કરવાનો એક માર્ગ છે.
કોર્ટે જીવનના અધિકાર અને રોજગારના મૌલિક અધિકાર વચ્ચે સંતુલન બનાવવા ઉપર ભાર મુકયો છે. કોર્ટે કહ્યુ છે કે એક તરફ લોકોને દારૂડીયા વાહન ચાલકોથી બચાવવાની જરૂર છે તો બીજી તરફ દારૂના વેપારના વ્યાપારીક હીતો છે. જેમાં હિત પછી આવી શકે છે એટલે કે પહેલા જીવનનો અધિકાર અને તે પછી રોજગારનો અધિકાર આવશે.
કોર્ટે કહ્યુ છે કે હાઇવેથી પ૦૦ મીટરના અંતરે દારૂની દુકાન ઉપર પ્રતિબંધનો આદેશ આપીને અમે કોઇ નિયમનો ભંગ નથી કર્યો. અમે કાનૂન બનાવવાનો પણ પ્રયાસ નથી કર્યો. કોર્ટે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યુ છે કે દારૂની દુકાનને લાયસન્સ આપવા રાજય સરકારોને ખાસ અધિકાર અપાયો છે. કોઇપણ વ્યકિત એવો દાવો કરી ન શકે કે દારૂની દુકાનનુ લાયસન્સ મેળવવુ તેનો અધિકાર છે. આ સિવાય દારૂની દુકાનોથી કેટલીક સંસ્થાઓનુ અંતર રહે તે જરૂરી છે. એ નક્કી કરવાનો પણ રાજય સરકારનો અધિકાર છે કે તે નિયમ હેઠળ લાયસન્સ આપશે કે નહી. હાઇવે પર દારૂબંધીથી રાજયો-હોટલ ઉદ્યોગને ૬પ,૦૦૦ કરોડનુ નુકસાન
નવી દિલ્હી : હાઇવે પર દારૂબંધીથી રાજયોને પ૦,૦૦૦ કરોડની આવકનુ નુકસાન થશેઃ રેસ્ટોરન્ટ અને પબને ૧૦ થી ૧પ હજાર કરોડનુ નુકસાન થશેઃ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખનું કહેવુ છે કે આનાથી ૧૦,૦૦૦ લોકોનુ રોજગાર છીનવાશેઃ રાજયોને પ૦,૦૦૦ કરોડની નુકસાની થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field