(GNS),06
બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ સહિતના આંતરિયાળ વિસ્તારોમાં ST બસ અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હતી. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી લોકોની રજૂઆતને ધ્યાને લઇ પોતે બસનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યે રસ્તા વચ્ચે જ બસને રોકાવી, તો હકીકત સામે આવી. કાંતિ ખરાડીએ બસમાં જઇને પોતે તપાસ કરી તો જાણ થઇ કે 60ની કેપેસિટીની બસમાં 120 જેટલા પેસેન્જર ભર્યા હતા. મોટાભાગના પેસેન્જર વિદ્યાર્થીઓ જ હતા.દૃશ્યો જોઇને ધારાસભ્યએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી અને ગંભીર આક્ષેપ કર્યા. કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યા છે, કે ST બસ એ સેવાનું સાધન છે, પરંતુ સરકારે તેને કમાવવાનું સાધન બનાવી દીધું છે. દાંતા અને અમીરગઢ સહિતના આંતરિયાળ વિસ્તારોને અવગણવામાં આવે છે. વિદ્યાર્થીઓની અનેક રજૂઆત બાદ પણ પૂરતી અને નિયમિત બસના સંચાલનમાં નિષ્ફળતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને રોજ અવરજવર કરવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં સ્થિતિ આવી જ છે. સલામત સવારીના સૂત્ર સાથે ચાલતી ST બસ જોખમી સવારી લઇને નીકળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.