Home અન્ય રાજ્ય દાંડીના દરિયા કિનારે 6 લોકો ડૂબ્યા, હોમગાર્ડ અને પોલીસ દ્વારા બે લોકોને...

દાંડીના દરિયા કિનારે 6 લોકો ડૂબ્યા, હોમગાર્ડ અને પોલીસ દ્વારા બે લોકોને બચાવી લેવાયા, ચાર ની શોધખોળ ચાલુ  

29
0

(જી.એન.એસ) તા. 12

નવસારી,

રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયા કિનારે ફરવા માટે આવતા હોય છે, તે સમયે આ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ત્રણ પરિવારના લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્રણ પરિવારના છ લોકો ડૂબી જતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. બચાવ, બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા છ લોકોમાંથી બે લોકોને બચાવી લીધા હતા અને ડૂબી ગયેલા બાકીના ચાર લોકો હજુ લાપતા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ડૂબી ગયેલા લોકોમાં એક પુરુષ, બે બાળક અને એક મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, દરિયામાં ડૂબેલા લોકો મારવાડી પરિવારના છે. જ્યારે તેઓ રાજસ્થાનથી દાંડી ફરવા આવ્યા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે મળી રહી છે. ઘટનાને પગલે પરિવાજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. જ્યારે હાલ તંત્ર દ્વારા ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી 4  દિવસ ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ
Next articleલીંબડીના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 15થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ