Home ગુજરાત ઉત્તર ગુજરાત દહેગામ-રખીયાલ હાઇવે પર મોપેડ ટ્રકની ટક્કરથી ૧૦૦ ફૂટ ઘસડાયુ, ત્રણેયના ઘટનાસ્થળે જ...

દહેગામ-રખીયાલ હાઇવે પર મોપેડ ટ્રકની ટક્કરથી ૧૦૦ ફૂટ ઘસડાયુ, ત્રણેયના ઘટનાસ્થળે જ મોત

44
0

દહેગામ-રખીયાલ હાઇવે રોડ ઉપર જાેગણી માતાનાં મંદિર નજીક રાત્રિના સમયે ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ ટ્રકના ટાયર નીચે ૧૦૦ ફૂટ જેટલું ઘસડાયુ હતું. જેનાં કારણે મોપેડ સવાર પિતા પુત્ર અને મહિલા સહિત ત્રણ જણના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બનાવના પગલે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામનાં કંથરાઈ છાપરા ગામે રહેતા ભીખુસિંહ મારુસિંહ સોઢા તેમના સાળાની દીકરીને દહેગામની હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી ખબર કાઢવા માટે પોતાના પુત્ર દીક્ષિતને લઈને ગયા હતા. ત્યારે રાત્રિના સમયે ભીખુસિંહ તેમના દીકરા દીક્ષિત અને સાળાની વહુ ધૂળીબેન રોહિતજી ઠાકોરને મેસ્ટ્રો મોપેડ ઉપર લઈને રામપૂરા પાલૈયા તરફ નીકળ્યા હતા.

આ દરમ્યાન હાઇવે રોડ પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારીને રામપુરા ગામ નજીક મોપેડને ટક્કર મારી હતી. અને મોપેડને ટ્રકના ટાયર નીચે ૧૦૦ ફૂટ જેટલું ઘસડીને લઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ સવાર પિતા પુત્ર અને ધૂળીબેન પણ ટ્રકના ટાયર નીચે ઘસડાયા હતા. જેમાં ભીખુસિંહ અને તેમના દીકરા દીક્ષિત અને ધૂળીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ બનાવની જાણ થતાં ભીખુસિંહનાં પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે દહેગામ પોલીસ પણ અકસ્માત સ્થળે જઈને તપાસનો દોર શરૂ કર્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, નાગજીના મુવાડા ગામે રહેતાં ધૂળીબેન રોહિતજી ઠાકોરની દીકરીને દહેગામની લક્ષ્મી હોસ્પિટલમાં દાખલ કરી છે. ત્યારે ભીખુસિંહ ખબર કાઢવા ગયા હતા. અને રાત્રે ધૂળીબેન ફ્રેશ થવા અને જમવા માટે રામપુરા લઈને જતાં હતાં. એ વખતે ટ્રકે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ધૂળીબેનને ગંભીર ઈજાઓની સાથે માંસપેશીઓ અને આંતરડા પણ બહાર ગયા હતા. અને ભીખુસિંહ અને તેમના દીકરાનું પણ મોત થયું છે. અકસ્માત પછી ટ્રક મૂકીને ચાલક નાસી ગયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ.ડીના ૫૮ વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવાનો ર્નિણય
Next articleજૂનાગઢમાં સાંસદની અધ્યક્ષતામાં ખેલ જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો