દહેગામ બાયડ રોડ પરથી પોલીસે પૂર્વ બાતમીના આધારે છોટાહાથીમાં ગુપ્ત ખાના સંતાડીને લઈ જવાતો રૂ. ૩.૪૧ લાખની કિંમતની ૧૮૦ નંગ સ્કોચ વ્હીસકીનાં જથ્થા સાથે ઉદેપુરના શખ્સની ધરપકડ કરી કુલ રૂ. ૪.૯૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ પોલીસ ગઈકાલે પેટ્રોલીંગ કરી રહી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, રખીયાલ બાજુથી એક છોટા હાથીમાં બનાવેલા ગુપ્તખાનામાં વિદેશીદારૂનો જથ્થો ભરી દહેગામ ખાતેથી પસાર થવાનો છે.
જેનાં પગલે દહેગામ બાયડ ત્રણ રસ્તા ખાતે થોડા થોડા અંતરે વોચમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી. આ દરમ્યાન બાતમી મુજબનું છોટા હાથી વાહન રખીયાલ તરફથી આવતા તેને હાથનો ઈશારો કરીને ઊભું રાખી દેવામાં આવ્યું હતું. જેનાં ડ્રાઇવરની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ સરવન કાંતિલાલ મીણા(રહે ગામ ચણાવદા ઉદેપુર,રાજસ્થાન) હોવાનુ જણાવ્યુ હતું. જેની એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
બાદમાં છોટા હાથીને પોલીસ મથકે લઈ જઈને તલાશી લેતાં ગાડીના પાછળના કેબીનના ભાગે બનાવેલ ગુપ્તખાનાની અંદર સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની સ્કોચ વ્હીસકીની ૧૮૦ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે ડ્રાઈવરની પૂછતાંછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આથી પોલીસ રૂ. ૩.૪૧ લાખની દારૂની બોટલો, મોબાઈલ ફોન, છોટા હાથી મળીને કુલ રૂ. ૪.૯૫ લાખનો મુદામાલ જપ્ત કરી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવીને કોને ડીલીવરી કરવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.