Home ગુજરાત દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા પ્રાંતિજના ધારાસભ્યએ ભાજપના નવા પ્રમુખ પાટીલ સાથે મુલાકાત...

દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા પ્રાંતિજના ધારાસભ્યએ ભાજપના નવા પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી

202
0

દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા પ્રાંતિજના ધારાસભ્યએ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભકામના પાઠવી

(જી.એન.એસ.)તા.1
ગુજરાત ભાજપના નવા નિમાયેલા અધ્યક્ષ સી.આર પાટીલે વિધિવત રીતે ચાર્જ સાંભળી લીધો છે ત્યારે તમને મળવા સંગઠનના તેમન શુભેચ્છકો તેમજ ધારાસભ્યો સહિત શુભેચ્છા મુલાકાત લેવા કમલમ્ ખાતે આવતા જોવા મળે છે ત્યારે આજ રોજ દહેગામ વિધાનસભાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ ખેડા ના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણ,પ્રાંતિજના ધારાસભ્ય ગાજેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોએ આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત કરી હતી ગુજરાતના નવા નિમાયેલા અધ્યક્ષ પાટીલે કમલમ્ ખાતે ચાર્જ સાંભળી લીધો છે અને મિટિંગના દોર ચાલુ થઈ ગયા છે આગામી પેટાચૂંટણીઓને લઈને પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે શુભેચ્છા મુલાકાત પછી વિસ્તારના વિકાસોના કામોની પણ ચર્ચા કરી આગામી સમયમાં આવી રહેલ ચૂંટણીઓને લઈને કઇ રીતે અસરકારક કામગીરી કરવી તેને લઈને એકશન પ્લાન પણ બનાવવામા આવી રહયો છે ત્યારે કમલમ્ ખાતે નવા નિમાયેલા અધ્યક્ષને શુભેચ્છા મુલાકાત માટે રાજ્યમાંથી ધારાસભ્યો સહિત આગેવાનો આવતા હોય છે. દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાણસા તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે માવજીભાઇ ચૌધરીની નિમણૂંક
Next articleમાણસાના પનોતા પુત્ર અને ગૃહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે ભાજપે હોમ-હવન-યજ્ઞ કર્યા