Home ગુજરાત ઉત્તર ગુજરાત દહેગામના ઉદણગામની સીમમાં માતાએ પાપ છુપાવવા નવજાત બાળકને તરછોડી દેતા મોત, ગ્રામજનોમાં...

દહેગામના ઉદણગામની સીમમાં માતાએ પાપ છુપાવવા નવજાત બાળકને તરછોડી દેતા મોત, ગ્રામજનોમાં રોષ

40
0

દહેગામના ઉદણગામની સીમમાં નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેવામાં આવતાં મોતને ભેટયુ હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે કાળજાના ટુકડા જેવા નવજાત દીકરાના દેહને આમ પોતાનું પાપ છુપાવવા કે અન્ય કારણોસર ત્યજી દઈને મોં છુપાવતી માતા સામે લોકો ભારે ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ મામલે રખીયાલ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કહેવાય છે ‘છોરું તો કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય’ આ કહેવત હવે ઘોર કળિયુગમાં ખોટી પડી રહી છે. આજકાલ રાજ્યમાં નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે.

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં જનેતા પોતાના અનૈતિક સંબંધોના કારણે જન્મેલા બાળકને તરછોડતી હોય છે. ત્યારે દહેગામના ઉદણગામની સીમમાંથી નવજાત શિશું મૃત હાલતમાં મળી આવતા અત્રેના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉદણ ગામના સરપંચ ભરતજી ઠાકોર ગામમાં ઇન્દિરા નગર – 2 પંચાયતના બોરની પીવાના પાણીની પાઈપ લાઈન તુટી ગઈ હોવાથી સવારે પાઈપ લાઈન રીપેર કરવા માટે બે મજૂરોને લઈને ગયા હતા.

ત્યારે પાઈપ લાઈન રીપેરીંગનું કામકાજ ચાલતું હતું એ દરમ્યાન વલીયામપુરા ગામ તરફ જતા રોડ ઉપર ગોચર ખાતે ઘણા માણસોનુ ટોળુ ભેગુ થયું હતું. આથી ભરતજી કુતૂહલવશ તેઓની પાસે ગયા હતા.જ્યાં રોડની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યાએ એક પારદર્શક મીણીયાની કોથળીમાં એક તાજુ જન્મેલ બાળક મરણ ગયેલ હાલતમાં પડયું હતુ. જેનાં પગલે સરપંચે જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

બાદમાં પોલીસ નવજાત મૃત શિશુને રખીયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગઈ હતી. અને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.બાદમાં પોલીસે આસપાસના વિસ્તારો નવજાત શિશુની જનેતાની શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ ફળદાયી હકીકત પ્રકાશમાં આવી ન હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનર્મદા જિલ્લાના અલવા – પાટલામહુ ગામેથી બે સગીર વયની દીકરીઓનું અપહરણ થતાં ચકચાર
Next articleસુરત એરપોર્ટ પર ફ્લાઈટ ક્રેશ પછીના રેસ્ક્યૂ ઓપરેશનની મોકડ્રીલ યોજાઈ હતી