Home ગુજરાત દશેરાએ પોતાના મતાધિકાર દ્વારા આસુરી શક્તિનો નાશ કરવા બાપુની હાકલ

દશેરાએ પોતાના મતાધિકાર દ્વારા આસુરી શક્તિનો નાશ કરવા બાપુની હાકલ

369
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.25

આજે વિજયા દશમી છે, આજે આ વિજય દશમી નિમિતે શંકરસિંહ બાપુએ લોકોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે. અને સાથે સાથે તેમને આજે આ દિવસે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું છે. તેમને આ ખાસ દિવસે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારા ઉપર આવી કોઈ આસુરી શક્તિયો સવાર થઈ હોય તો તેમનો નાશ કરવાનો આ યોગ્ય દિવસ છે. આજે નિર્ણય કરો, ૨૧, ૨૨ તારીખે ઈલેક્શન આવશે, આ બાવીસ તારીખ પહેલા તમારે તમારું મન મક્કમ બનાવવું પડશે. તમારે માનસિક અને શારીરિક રીતે તૈયાર થવાનું છે.
કે નઈ આ પ્રજા અમારી છે, આ પ્રજા શક્તિ અમારી છે, આ પીપલ પાવર છે આના પોતે અમે માલિક છીએ. બાપુ તો માધ્યમ છે માત્ર. આવો આ માધ્યમના આધારે ગુજરાતમાં એક નવું પરિવર્તન, એક નવી ક્રાંતિ લાવીએ. અમુલચુલ સંપૂર્ણ ક્રાંતિ જેને કહી શકાય. જે ક્રાંતિ દુનિયામાં નથી થઇ. હિન્દુસ્તાનમાં નથી થઇ એ બાપુએ ૧૨ મહિનામાં કરી બતાવ્યું છે. પબ્લિક શું કેહવાય, લોકો પ્રજાના પ્રતિનીધીયોના માલિક હોય શકે તેના દાખલા પુરા પડ્યા છે. અને સાચા અર્થમાં લોકોને માલિક સમજીને ચાલે છે ત્યારે પ્રજા જયારે મારી સાચી હાઈકમાંડ હોય ત્યારે પ્રજા હાઈકમાંડ વિચારે પ્રજા હાઈકમાંડનો શો અર્થ છે..? ખાલી મતદાર નથી, તમે માલિક છો. અમે પ્રતિનીધીયો છીએ પણ માલિક કોઈ જ બની બેઠયું છે અને માલિક છે એ માત્ર મતદાર બની ગયો છે. સાચા મતદાર માલિક આજે ખાલી કહેવા પૂરતા રહી ગયો છે. પણ તમે કાયમ માટે માલિક બનો. માટે આ સરસ વિજય દશમીનો દિવસ છે. તમને સર્વેને મારા તરફથી આ દિવસની ખુબ ખુબ શુભ કામનાઓ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેટાચૂંટણીઃ ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગ: બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ
Next articleભાજપના વિકાસને સમર્થન કોંગ્રેસને ફરી એકવાર પછળાટનાં એંધાણ….!!