(GNS),16
આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે બે મેચમાં પરાજય બાદ હવે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે કપરા ચઢાણ છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સના મતે હવે તેની ટીમે દરેક મેચને ફાઈનલ રમજીને રમવી પડશે. ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં નવમાં ક્રમે છે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે બાકીની સાત મેચ પૈકી છ મેચ ફરજીયાત જીતવી પડે તેમ છે. ઓસી. કેપ્ટન પેટ કમિન્સના મતે હજુ પણ પેનિક બટન દબાવવાનો સમય નથી. 2019માં અમે ભારત અને દક્ષિણ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમ સામે હાર્યા હતા. ગત વર્ષે આ બે ટીમો સામે રમવામાં અમને કોઈ મુશ્કેલી પડી નહતી. ઓસ્ટ્રેલિયન ટીમ છેલ્લા ઘણા સમયથી જે ટીમો સામે વધુ ક્રિકેટ નથી રમી તેની સામે આગામી વર્લ્ડ કપ મેચ રમશે..
ભૂતકાળમાં આ ટીમો સામે અમને સફળતા મળી છે જેથી અમારો આત્મવિશ્વાસ મજબૂત છે. શ્રીલંકા સામેની મેચની પૂર્વસંધ્યાએ કમિન્સે જણાવ્યું કે, અમે વર્લ્ડ કપ અભિયાન શરૂ કર્યું તે પૂર્વે ભારત અને દ. આફ્રિકા સામે વન-ડે શ્રેણી હાર્યા હતા. આ આદર્શ શરૂઆત નહતી. ટીમના દરેક સભ્યો આ સ્થિતિ બદલવા ઉત્સાહી હતા. વર્લ્ડ કપમાં અત્યારે અમે બે મેચ ગુમાવી છે અને હવે જીતનું ખાતું ખોલાવવું પડશે. અમારે દરેક મેચ ફાઈનલ સમજીને રમવી પડશે. ઓસ્ટ્રેલિયા માટે સારી બાબત એ છે કે તેના ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ હાથના ફ્રેક્ચર બાદ રવિવારે નેટ્સમાં પરત ફર્યો હતો અને ગુરુવાર સુધીમાં તે ભારત આવી પહોંચે તેવી શક્યતા છે. હેડ રમવા માટે ફિટ જણાશે તો તેનો વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ નક્કી મનાય છે. ઓસી. સુકાની કમિન્સના મતે એશ્ટન અગરને ઈજા થતાં તેના સ્થાને મેક્સવેલના ખભે સ્પિન બોલિંગ આક્રમણનો ભાર આવી ગયો છે. સારી બાબત એ છે કે અમારી ટીમમાં ઓલ-રાઉન્ડર્સ છે. સ્ટોઈનિસ, મેક્સવેલ તથા માર્શ પ્રભાવી બોલર્સ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.