Home ગુજરાત દમણની શાળામાં વિદ્યાર્થિનીની છેડતી કરતા શિક્ષકની ધરપકડ

દમણની શાળામાં વિદ્યાર્થિનીની છેડતી કરતા શિક્ષકની ધરપકડ

43
0

મોટીદમણના પરિયારી સરકારી હાઇસ્કૂલમાં કોન્ટ્રકટ આધારિત ડ્રોઈંગ શિક્ષકને શાળાની વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કરવાના વિરુધ્ધમાં ગિરફ્તાર કરવામાં આવ્યો છે. 26 નવેમ્બર શનિવારે આરોપીની ધરપકડ કરાઈ હતી. શાળામાં બાથરૂમ જતી વિદ્યાર્થિનિના પાછળ જઇને શારીરિક અડપલાં કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોટી દમણના પરિયારી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા દ્વારા મોટીદમણ કોસ્ટલ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, પરિયારી ઉચ્ચ પ્રાથમિક શાળાના અલ્કેશ ભગુભાઈ પટેલ, પાર્ટ ટાઈમ ઈન્સ્ટ્રક્ટર (ડ્રોઈંગ), અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી ગેરવર્તન કરતો હતો, જેના વિરોધમાં મોટી દમણ પોલીસ દ્વારા કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

અલ્કેશ ભગુભાઈ પટેલ, પાર્ટ ટાઈમ ઈન્સ્ટ્રક્ટર (ડ્રોઈંગ) વિરુદ્ધ આઈપીસી ધારા – 354, 354એ, 354ડી,509 અને પોક્સો એક્ટ અંતર્ગત મોટી દમન પોલીસ સ્ટેસનમાંએફઆઈઆર નોંધવામાં આવી હતી. કોસ્ટલ પોલીસે ચિત્રકામના શિક્ષક અલકેશ ભગુભાઇ પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. દમણ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા અલ્કેશ ભગુભાઈ પટેલને તેના કરાર આધારિત પદ પરથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવ્યો છે.

”ગુડ ટચ બેડ ટચ” વિશે વધુ જાગૃતિ લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્ય માટે જીલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી આવા કિસ્સાઓ વિષે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય. આવા કિસ્સાઓની વિરોધમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે. પ્રશાસકના માર્ગદર્શન હેઠળ યુટી પ્રશાસને આવા કિસ્સાઓ પ્રત્યે ”ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાગબારા નજીક બાઇક વૃક્ષ સાથે અથડાતાં 3 મિત્રોના મોત
Next articleડીસામાં મકાનમાં ભોંયરૂ બનાવી તેમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો