Home દુનિયા - WORLD દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં હાઇવે તૂટી પડતાં 19નાં મોત, 10 થી વધુ...

દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં હાઇવે તૂટી પડતાં 19નાં મોત, 10 થી વધુ વાહનોમાં ફસાયા

47
0

(જી.એન.એસ) તા. 1

ગુઆંગડોંગ,

મીડિયા સૂત્રો ના હવાલ મુજબ બુધવારે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક હાઇવેનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. હાલમાં, આશરે 500 લોકો બચાવ કામગીરી માટે સ્થળ પર છે. રાજ્યના પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે મેઇઝોઉ શહેર અને ડાબુ કાઉન્ટી વચ્ચેના S12 હાઇવેનો 17.9-મીટર (58.7-ફૂટ) પટ બુધવારે સવારે 2:10 વાગ્યે (મંગળવારે 18:10 GMT)માં તૂટી ગયો હતો, જેમાં 18 વાહનોમાં ડઝનેક લોકો પણ ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, જે લોકોને ઘટનાસ્થળ થી બાહર કાઢી લેવામાં આવ્યા હતા તેઓ “હાલમાં જોખમમાં નથી.” સૂત્રો દ્વારા શેર કરવામાં આવેલા ઓનલાઈન ફરતા વિડિયોમાં એક ઊંડા ખાડામાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો દેખાય છે જેમાં કાર પડી હોય તેવું દેખાય છે. આ હાઇવે તૂટી પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવા બદલ અમદાવાદની આદર્શ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપવાનો ડીઇઓ દ્વારા આદેશ
Next articleઇન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો