(જી.એન.એસ) તા. 23
દક્ષિણ કોરિયાના જંગલોમાં 20 થી વધુ સ્થળોએ ભયંકર આગ લાગી છે, જેમાંથી દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાયેલી આગને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ભીષણ આગમાં ચાર ફાયરમેનના મોત થયા છે. દક્ષિણ કોરિયાના જંગલોમાં આગની જ્વાળાઓનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડે છે કે લાગેલી આગની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સમગ્ર જંગલ આગની જ્વાળાઓથી ઘેરાયેલું છે. જ્યારે 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત હેલિકોપ્ટરનો પણ સહારો લેવા છે. આગ પર કાબુ મેળવવા માટે 30 હેલિકોપ્ટર તેમજ ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
આ આગ દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં શુક્રવારે શરૂ થઈ હતી જે શનિવાર સાંજ સુધીમાં 275 હેક્ટર અથવા 680 એકર વિસ્તારને લપેટમાં લીધી છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં બે ફાયર ફાઈટરોએ જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 200 થી વધુ લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોકે નિર્દેશ આપ્યો હતો કે સૂર્યાસ્ત પહેલા આગને કાબૂમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે. આગની વિકટ પરિસ્થિતિને જોતા દક્ષિણ કોરિયાની સરકારે શનિવારે સાંજે અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ વિસ્તાર જાહેર કર્યો હતો.
જંગલોમાં ફેલાઈ રહેલી ભયંકર આગને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વન્ય જીવોની સાથે અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસોમાં લાગેલા અગ્નિશમન દળ અને રાહત કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, ભારે ધુમાડો અને જોરદાર પવનને કારણે આગ વધુ ફેલાઈ હતી, જેના કારણે ફાયર ફાઈટરોને આગ પર કાબૂ મેળવવો અત્યંત મુશ્કેલ બન્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.