(જી.એન.એસ),તા.૦૪
દક્ષીણકોરિયા
બુધવારે દક્ષિણ કોરિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાએ પૂર્વ દિશામાં અજાણી મિસાઈલ છોડી છે. આ મિસાઈલ અને તેના ટાર્ગેટ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઉત્તર કોરિયાના નેતાઓએ સીધી ધમકી આપી છે કે જરૂર પડ્યે તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણને દક્ષિણ કોરિયા અને જાપાનના અધિકારીઓએ સમર્થન આપ્યું છે. પરીક્ષણ પર, દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું કે આ પ્રક્ષેપણ બુધવારે કરવામાં આવ્યું હતું. સાથે જ જાપાનનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું હોઈ શકે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને પ્યોંગયાંગમાં એક વિશાળ સૈન્ય પરેડમાં ભાષણ આપ્યાના એક સપ્તાહ બાદ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં જોંગે પરમાણુ હથિયારોના વિકાસને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે કોઈપણ દેશના ઉશ્કેરણી પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી પાછળ નહીં રહે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયા પ્રતિબંધોમાં રાહત અને અન્ય છૂટ મેળવવા માટે અમેરિકા પર દબાણ લાવવા માટે સતત હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ અને પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2020માં કિમે દાવો કર્યો હતો કે તેઓ મિસાઈલ પરીક્ષણો રોકવા માટે બંધાયેલા નથી. નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયા દેખીતી રીતે આઈસીબીએમ પરીક્ષણ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ટીકાને ટાળવા માટે અવકાશ પ્રક્ષેપણના બહાને અવકાશ-આધારિત રિકોનિસન્સ ક્ષમતાના અમુક સ્તરને ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ 2017 માં ત્રણ આઈસીબીએમ ઉડાન પરીક્ષણો સાથે યુએસ ભૂમિ સુધી પહોંચવાની ક્ષમતા દર્શાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.