Home રમત-ગમત દક્ષિણ આફ્રિકાના પૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન

દક્ષિણ આફ્રિકાના પૂર્વ અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન

36
0

(જી.એન.એસ),તા.૧૦
દક્ષિણઆફ્રિકા
દક્ષિણ આફ્રિકાના પૂર્વ આંતરાષ્ટ્રીય અમ્પાયર રૂડી કર્ટઝનનું કાર અકસ્માતમાં નિધન થયું છે. ૭૩ વર્ષીય કર્ટઝન મંગળવારે સવારે કેપ ટાઉનના રિવર્સડેલથી પોતાના નેલ્સન મંડેલા ખાડી સ્થિત ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને ગમખ્વાર અકસ્માત નડતાં તેમનું મોત થયું હતું. તેમની સાથે ગાડીમાં રહેલા અન્ય ત્રણ લોકો પણ મોતને ભેટ્યા હતા. રૂડી કર્ટઝન તેમની પાછળ પત્ની અને ચાર બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના પુત્રએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પિતાનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. કર્ટઝન જૂનિયરે જણાવ્યું કે, તેઓ સપ્તાહના અંતે મિત્રો સાથે ગોલ્ફ ટુર્નામેન્ટ રમવા ગયા હતા અને સોમવારે પરત ફરવાના હતા. પરંતુ તેઓએ વધુ એક રાઉન્ડ રમવાનો ર્નિણય કર્યો હતો અને ત્યારબાદ મંગળવારે સવારે તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો.કર્ટઝનનો ૨૦૦૨માં આઈસીસી ઈલાઈટ પેનલમાં સમાવેશ કરાયો હતો અને તેઓ આઠ વર્ષ સુધી આ પેનલનો હિસ્સો રહ્યા હતા. તેમણે પોતાના કાર્યકાળમાં કુલ ૩૯૭ મેચમાં ફિલ્ડ અમ્પાયર તેમજ ટીવી અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી. કર્ટઝને ૧૨૮ ટેસ્ટ મેચ, રેકોર્ડ ૨૫૦ વન-ડે તેમજ ૧૯ ટી૨૦ આંતરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. કર્ટઝને ૨૦૧૦માં લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચમાં અણ્પાયરિંગ કર્યું હતું. કર્ટઝન કેટલાક વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા હતા. ૨૦૦૭ના વન-ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલમાં નિયમોના ખોટા અર્થઘટનને લીધે ઓસ્ટ્રેલિયાનો ડકવર્થ લુઈસને આધારે ૫૩ રને વિજય થયો હતો. વરસાદગ્રસ્ત મેચમાં અમ્પાયરોએ ભૂલથી મેચ વરસાદને લીધએ નહીં પરંતુ ખરાબ પ્રકાશને લીધે સ્થગિત કરાઈ હોવાનું જણાવ્યું હતું. જેને પગલે શ્રીલંકાની ટીમને અંતિમ ત્રણ ઓવર સંપૂર્ણ અંધકારમાં રમવી પડી હતી. આઈસીસીએ બાદમાં તેમના જ દેશમાં ૨૦૦૭માં યોજાયેલા સૌપ્રથમ વર્લ્ડ ટી૨૦માં પણ કર્ટઝનને કોઈ જવાબદારી સોંપી નહતી.

Previous articleમજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી સૌથી ટોચની પ્રાથમિકતાઃ રોહિત
Next articleરેણુકા સિંઘે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કર્યો