દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરનાં 113માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘દક્ષિણોત્સવ 2022’ નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વાઘાવાડી રોડ પર આવેલ દક્ષિણામૂર્તિ સંસ્થાને 112 વર્ષ પૂર્ણ થતાં અને 113માં વર્ષમાં મંગળપ્રવેશ નિમિતે સંસ્થાની ઉજવણીના ભાગરૂપે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો નું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન બાલમંદિર પટાંગણ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી, આ પ્રસંગે ઈસરો અમદાવાદના ગૃપ ડાયરેક્ટર જૈમિન દેસાઈનાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ‘MAN MADE ARTIFICIAL SATELLITE’ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમની સાથે ઈસરો અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ આચાર્યો, પૂર્વ શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ તથા સંસ્થાનાં વર્તમાન કર્મચારીઓ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં શુભેચ્છકો અને વાલીઓ તથા બાળકો સહિત 450થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સંસ્થાનો વાર્ષિક અહેવાલ તેમજ દિલ્હી અને ભોપાલ ખાતે સંસ્થાએ મેળવેલ એવોર્ડ અંગેની માહિતી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.