(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા),તા ૩૧
ગાંધીનગર:- ૩૧ ડિસેમ્બર- થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને ગુજરાત દ્વારા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી પાર્ટી કરનારાઓ ઉપર ધ્યાન રખાશે. ત્યારે ગુજરાત પોલીસે દ્વારા દારૂને લઈને સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પાર્ટી પ્લોટ અને કલબોમાં થર્ટી ફર્સ્ટને લઇને યુવા વર્ગે તૈયારી કરી લીધી છે. પરંતુ આ યુવા વર્ગ કેટલી હદે પાર્ટી માં મસ્ત રહશે અને દારૂ પીને જો પાર્ટીની ઉજવણી કરાશે તો પોલીસ તેમની પાર્ટી માં બાધા સ્વરૂપ બનશે. રેવ પાર્ટીઓ અને નાર્કોટેસ્ટ પર ક્રાઇમ બ્રાન્ચ અને SOG ક્રાઇમ ખાસ સજ્જ થઈને નજર રાખશે.
31 ફર્સ્ટ ને લઈને ગાંધીનગરમાં પણ ગુજરાત પોલિસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગાંધીનગર D.Y S.P M K રાણાએ જણાવ્યું કે આજે અને આવતી કાલને લઈને પોલીસે તૈયારી કરી દારૂ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ત્યારે ગિફ્ટ સીટી સર્કલ અને ઇન્ફોસિટી સર્કલ પાસે ચાંપતો બંદોબસ્ત રાખી દારૂ પીનારા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે. અને વાહનો ચેકીંગ કરી કાર્યવાહી હાથ ધરાશે. પાર્ટી ને લઈને ગાંધીનગર ના ગેસ્ટ હાઉસ, મોટા લકઝરી વાહનો પણ ચેકીંગ કરાશે. બ્રેથ એનલાઈઝર મશીન દ્વારા વાહન ચાલકની તપાસ કરાશે. જો વાહન ચાલક દારૂ પીને પકડાયો તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ગાંધીનગરના તમામ કલબ અને પાર્ટી પ્લોટ આયોજકો સાથે મિટિંગ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. જો કોઈ 31 ડિસેમ્બરે દારૂ પીને ગાડી ચલાવી તો પોલીસ ગુનો દાખલ કરી ગાડી ડીટેઈન કરાશે. સાથે સાથે બુટલેગરો ઉપર પણ બાઝ નજર રખાશે.
ગાંધીનગર D.Y S.P M K રાણાએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષ કરતા આ વર્ષે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ CCTV કેમેરા ચાલુ છે જો વાહન ચાલક ગાડી આડીઅવળી રીતે ચલાવશે તો અને કેમેરામાં ઝડપાશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. નવા વર્ષની પાર્ટીઓને લઈને નાકાબંધી કરી શહેરના અનેક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અલગ અલગ શહેરોની પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.