(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૭
મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિ વર્ષ અને ગૂજરાત વિદ્યાપીઠ 100 વર્ષ પૂર્ણ થયા તથા એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના 50 વર્ષ પૂર્તિના આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા દ્વારા દહેગામ તાલુકાના હાલીસા ગામે સાત દિવસીય ગ્રામ સ્વરાજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજ શનિવાર ના રોજ આ શિબિર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સપ્તાહ શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમેણે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરીક બની જીવનમાં સન્નિષ્ઠતાથી વિકાસોન્મુખ જીવન શૈલી અપનાવવા હિમાયત કરી હતી. કાર્યક્રમમાં હાજર ગામના યુવાન સરપંચ ભરતભાઈ રબારીએ શિબિર સેવા યજ્ઞ માટે તેમના હાલિસા ગામની પસંદગી માટે અભિનંદન અને આનંદ વ્યક્ત કરી સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલના સંયોજક ડૉ. કનૈયાલાલ નાયકે પણ ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલી અને કેળવણીની વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. વધુમાં તેમણે ગામના યુવાનોને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે સાંકળવાની વાત મૂકી. આ કાર્યક્રમમાં હાલિસા કેળવણી મંડળના પ્રમુખ કોદરભાઈ, મંત્રી પી.ટી.ઠાકોર, પૂર્વ આચાર્ય રમણભાઈ, શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલના આચાર્ય લાલજીભાઈ વગેરે વક્તવ્ય રજૂ કર્યા હતા. સમગ્ર શિબિરને સફળ બનાવવા મહાવિદ્યાલયના અધ્યાપકો ડૉ. કનુભાઈ વસાવા, ડૉ. રાજેન્દ્રભાઈ જોષી, ડૉ. ધ્વનિલભાઈ પારેખ, ડૉ. ગાયત્રી દત્ત મહેતા, ડૉ. વિક્રમસિંહ અમરાવત, ડૉ. દિવ્યેશ ભટ્ટ, ડૉ.અમરેન્દ્ર પાંડે, ડૉ. મોતી દેવું, ગૃહપતિ જયેશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં 205 વિદ્યાર્થીનિઓ અને વિદ્યાર્થીઓ જોડાયા છે. શિબિરનો રોકાણ શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચલાન ડૉ. મોતીભાઈ દેવું કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.