Home દુનિયા - WORLD તેહરાનમાં આયોજિત ‘બાસિજ વીક’ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતાનો ઈઝરાયેલ પર તીખો પ્રહાર

તેહરાનમાં આયોજિત ‘બાસિજ વીક’ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતાનો ઈઝરાયેલ પર તીખો પ્રહાર

5
0

(જી.એન.એસ),તા.25

ઈરાન

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાનો ઉલ્લેખ કરતા નેતન્યાહુ પર મોટો હુમલો કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કરતા, ખામેનીએ તેને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે ગાઝા અને લેબેનોનમાં આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે નેતન્યાહુને મૃત્યુદંડ મળવો જોઈએ. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ સોમવારે તેહરાનમાં આયોજિત ‘બસિજ સપ્તાહ’ દરમિયાન તેમણે દેશભરના બાસીજ ફોર્સના સભ્યોને મળ્યા અને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાન માટે ધરપકડ વોરંટ પૂરતું નથી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પ્રતિકાર શક્તિને વધુ વિસ્તૃત કરવામાં આવશે. બાસીજ દળને સંબોધતા ખામેનીએ કહ્યું કે બાસીજમાં હિંમત, ઝડપથી કાર્ય કરવાની ક્ષમતા અને વ્યાપક દ્રષ્ટિ છે. તે તેના દુશ્મનોને ઓળખે છે અને વિવિધ વિકાસ માટે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે આપણે નિશ્ચય અને નિર્ણય લેવાની ક્ષમતાને અવગણવી જોઈએ નહીં, પરંતુ તેની પ્રશંસા કરવી જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ અને કહ્યું કે બસીજના પોતાના લક્ષ્યો અને કારણો છે અને તેઓ મૃત્યુથી પણ ડરતા નથી. બાસીજ ફોર્સ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નો ભાગ છે. તે ઈરાનમાં ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચે લડતું સ્વયંસેવક દળ છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, બાસીજ ફોર્સમાં લગભગ 90 હજાર સૈનિકો હોય છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને કામ કરે છે. આટલું જ નહીં, બસિજ ફોર્સ જરૂર પડ્યે લગભગ 10 લાખ સ્વયંસેવકોને પણ એકત્ર કરી શકે છે, તેનું મુખ્ય કામ દેશની અંદર સરકાર વિરોધી ગતિવિધિઓનો સામનો કરવાનું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝનો સંપૂર્ણ રૂટ હવે શરૂ થશે
Next articleપંચમહાલમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા થઈ