Home દેશ - NATIONAL તેલંગાણા પોલીસે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા સહિત 25 દિગ્ગજો પર સટ્ટાબાજી...

તેલંગાણા પોલીસે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા સહિત 25 દિગ્ગજો પર સટ્ટાબાજી એપ્લિકેશન મુદ્દે એફઆઈઆર દાખલ કરી

48
0

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બીજા દિગ્ગજોની તકલીફમાં વધારો

(જી.એન.એસ) તા. 20

હૈદરાબાદ,

તેલંગણા પોલીસે ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 6 મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત 25 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. 

તેલંગણા પોલીસ દ્વારા કરવામાં આવેલ એફઆઇઆરમાં રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા જેવા મોટા સુપરસ્ટાર પણ છે.

આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ બિઝનેસમેન ફણીંદ્ર શર્માએ આ તમામ સેલિબ્રિટી વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જે લોકો સામે FIR નોંધાઈ છે, તેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રાણા અને વિજય ઉપરાંત નિધિ અગ્રવાલ, પ્રકાશ રાજ, માંચૂ લક્ષ્મી અને શોભા શેટ્ટી જેવા મોટા નામ સામેલ છે.

આ કેસમાં અમૃતા ચૌધરી, નયની પાવની, પાંડુ, નેહા પઠાણ, પદ્માવતી, ઈમરાન ખાન, હર્ષ સાઇં, બચ્ચા સન્ની યાદવ, શ્યામલા, વિષ્ણુપ્રિયા, ટેસ્ટી તેજા અને રિતુ ચૌધરીનું પણ નામ સામેલ છે. આ તમામ સિલિબ્રિટિ વિરુદ્ધ બીએનએસની કલમ 3, 3(એ), 3 અને આઈટી એક્ટની કલમ 66ડી હેઠળ કેસ નોંધાયો છે. એટલું જ નહીં કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ સામેલ છે. હવે જોવાનું એ રહ્યું કે, તેલંગણા પોલીસ આ કેસમાં આગળ શું કાર્યવાહી કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field