(G.N.S) Dt. 10
અમદાવાદ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 43અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તા પોતાનો પ્રવાસ પૂર્ણ કરી પરત ફર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
આ તકે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિશ્રીને વિદાય આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.