Home મનોરંજન - Entertainment ‘તારે જમીન પર’નો બીજો પાર્ટની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું

‘તારે જમીન પર’નો બીજો પાર્ટની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું

52
0

(જી.એન.એસ),તા.૧૦

મુંબઈ,

આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરી હતી. હાલમાં આમિર ખાન તેની એક્સ વાઈફ કિરણ રાવના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના ઈવેન્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન તેને ફિલ્મને લઈને ખુલાસો કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેની 2007માં આવેલી ફિલ્મ તારે જમીન પરનો બીજો પાર્ટ છે. તમને જણાવી દઈએ કે સત્ય શું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આમિર ખાનને તેની અપકમિંગ તસવીર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે તેના પર કામ કરી રહ્યો છે. તે જલ્દી જ કમબેક કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેને જણાવ્યું કે ફિલ્મનું નામ સિતારે જમીન પર છે. આ સાંભળીને તમને તેની ફિલ્મ તારે જમીન પર યાદ આવી જ હશે. 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તેનો જ પાર્ટ 2 છે. પરંતુ તે તેનાથી ખૂબ જ અલગ છે. આમિર ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તારે જમીન પર દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ પણ તમને એટલું જ હસાવશે. આપણે તેને તારે જમીન પરનું નેક્સ્ટ લેવલ પણ કહી શકીએ. પરંતુ આ ફિલ્મની સ્ટોરી અને પાત્રો પહેલી ફિલ્મ કરતા ઘણા અલગ છે. બંને ફિલ્મોની થીમ ભલે એક સરખી હોય પરંતુ ઘણો ફરક છે. આમિરે કહ્યું કે ફરક એટલો છે કે આ ફિલ્મ તમને ખૂબ હસાવશે. ફિલ્મના ડાયરેક્ટર પણ બદલાયા છે, તેનું નામ પ્રસન દા છે. આ ફિલ્મ વિશે વાત કરતાં આમિર ખાને કહ્યું કે હવે આપણે આ જ સ્ટોરીને અલગ અંદાજમાં જોઈશું. ઈન્ટરવ્યુમાં આમિરે પોતાને ઈમોશનલ ગણાવ્યો હતો અને લગાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના ગેટઅપને લઈને સવાલ પ્રશ્ન પર તેને કહ્યું કે આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે ફિલ્મ જોશો. તો એ જોવાનું રસપ્રદ રહેશે કે આમિર આ વખતે તેની કમબેક પિક્ચરમાં શું જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field