તામિલનાડુમાં જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ દરમિયાન 14 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના ધર્મપુરીની છે. અહીં 14 વર્ષના ગોકુળને એક બળદે કચડી નાખ્યો હતો. હકીકતમાં તે પોતાના પરિવારની સાથે આ ફેસ્ટિવલને જોવા માટે ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, બળદે ગોકુલને ખરાબ રીતે કચડી નાખ્યો હતો. તેના પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક ધર્મપુરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ધર્મપુરી પોલીસે તપાસ શરૂ કરી છે. ગોકુલ કેવી રીતે ઘાયલ થયો તે જાણવા માટે ઈવેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ વર્ષે આ ફોસ્ટિવલ દરમિયાન અત્યાર સુધીમં કુલ છ લોકો મોતને ભેટ્યા છે. જલ્લીકટ્ટુ શું છે? તે.. જાણો.. જલ્લીકટ્ટુને એરુ થઝુવુથલ અને મનકુવિરત્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રમત પોંગલ તહેવારનો એક ભાગ છે. આ એક એવી રમત છે જેમાં ભીડની વચ્ચે એક બળદને છોડવામાં આવે છે. આ રમતમાં ભાગ લેનારા લોકોએ બળદને પકડીને તેના પર કાબું મેળવવાનો હોય છે. બળદની ખૂંધ પકડીને તેના પર કાબું મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. મટ્ટ પોંગલના દિવસે બળદ પર કાબું મેળવનાર રમત જલ્લીકટ્ટુને એરુ થજુવુથલ અને મનકુવિરાટ્ટના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવી રમત છે જેમાં એક બળદને ભીડની વચ્ચે છોડવામાં આવે છે.
આ રમતમાં ભાગ લેનારા લોકો બળદની ખૂંધને પકડીને તેના પર કાબું મેળવવાના પ્રયાસ કરે છે. તમિલ શબ્દ ‘મટ્ટુ’ નો અર્થ થાય છે બળદ, અને પોંગલનો ત્રીજો દિવસ પશુઓને સમર્પિત છે, જે કૃષિમાં મુખ્ય ભાગીદાર છે. જલ્લીકટ્ટુ સ્પર્ધામાં માત્ર 300 બુલ ટેમર અને 150 દર્શકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, લગભગ 10 હજાર બળદો અને 5400 બળદોએ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી આપી હતી જેમાંથી માત્ર 800 બળદોને જ જોડાવા માટે પરવાનગી આપવામાં આવી હતી. આખલો ફક્ત ત્રણમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. રમત પરની ચર્ચા એક પક્ષે પ્રાણીઓના અધિકારોના ઉલ્લંઘનનો દાવો કરીને અને બીજી બાજુ લોકોની “સંસ્કૃતિ અને પરંપરાઓ” ના રક્ષણની હિમાયત સાથે ચાલુ રહે છે. આ પહેલા જલ્લીકટ્ટુ ઈવેન્ટમાં 23 લોકો ઘાયલ થયા હતાં
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.