(જી.એન.એસ),તા.૩૧
મહારાષ્ટ્ર
કોઈ સારા કામ કરે કે ખરાબ કામ પણ વિરોધ ઓછો થતો જ નથી વિરોધ બધા ભેગા મળી ને કરે અથવા તો કોઈ એક પત્ર પર લખી સપ્ષ્ટતા થી કહીને વિરોધ કરતા હોય છે અને હવે આવું મહારાષ્ટ્રમાં બીજેપી પ્રવ્ર્ક્રતા રામ કદમે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકર સરકારે ફરી એકવાર હિન્દુ તહેવારો ગુડી પડવા અને રામ નવમી પર પ્રતિબંધ મૂકવાની જાહેર કરી છે. ત્યારે મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રામ કદમે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગુડી પડવા નવા વર્ષ અને રામ નવમી પર પ્રતિબંધ લાદવાનો વિરોધ કર્યો છે. તેમણે સીએમને પત્ર લખીને કહ્યું છે કે તમારી સરકારે ફરી એકવાર હિન્દુ તહેવારો ગુડી પડવા નવું વર્ષ અને રામ નવમી પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી છે. સત્ય શું છે? તમને વિનંતી કરવામાં આવે છે કે તમારી સરકાર દ્વારા આગામી કોઈપણ હિંદુ તહેવાર પર પ્રતિબંધો ન લાદવામાં આવે. તેણે આગળ લખ્યું કે અમે ગુડી પડવા, નવું વર્ષ રામ નવમી અને અન્ય તમામ હિંદુ તહેવારો ઢોલ-નગારા સાથે આનંદથી ઉજવીશું. કોઈપણ પ્રતિબંધનું પાલન કરશું નહીં. અમે કોઈપણ હિંદુ તહેવાર પર પ્રતિબંધો સ્વીકારશું નહી. અમે સારી રીતે જાણીએ છીએ કે અમારા જીવનનું રક્ષણ કેવી રીતે કરવું. તેમણે વધુમાં કહ્યું કે સરકારે અમને આ બાબતો અંગે સલાહ ન આપવી જોઈએ. કદમે કહ્યું કે સવાલ એ થાય છે કે જ્યારે પણ હિંદુ તહેવારો આવે છે ત્યારે અઢી વર્ષના ગાળામાં તમારી સરકાર કહે છે કે આ કરો, આ ન કરો, જો આવું કરશો તો પોલીસ કેસ થશે કે પછી તમે જેલમાં જશો, જો તમે આવું કરશો તો તમારે આટલી સજા ભોગવવી પડશે. કદમે કહ્યું કે હિંદુ તહેવારો આવ્યા પછી તમારી સરકારના મગજમાં આવા નિયંત્રણો કેમ આવે છે? આ અમારો પ્રશ્ન છે! અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે આવા કોઈ નિયંત્રણો લાદશો નહીં. જો કમનસીબે સરકાર દ્વારા આવા કોઈ નિયંત્રણો લાવવામાં આવશે તો અમે હિન્દુ ભાઈઓ કહેવા મજબૂર થઈ જઈશું કે તમારા પ્રતિબંધોને ચૂલામાં નાખો. અમે હિન્દુઓ ગુડી પડવા રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીશું. બીજી બાજુ શુક્રવારે ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય રામ કદમે ઠાકરે સરકાર પાસે માંગ કરી છે કે મુંબઈમાં 300 મકાનો જે સરકાર મુંબઈમાં મ્હાડા દ્વારા મુંબઈ અને MMR પ્રદેશની બહારના ધારાસભ્યો માટે બનાવવાની છે. તે ઘરો કોવિડમાં જીવ ગુમાવનારા યોદ્ધાઓને પહેલા આપવા જોઈએ. આ પગલા મુજબ સરકારે પહેલા તેની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ અને કોવિડ યોદ્ધાઓ, જેમણે લોકોની સેવા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો અને હવે તેમના પરિવારો પાસે છત નથી, તેમને મફત મકાનો આપવા જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.