અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકોના ઘર્ષણના મુદ્દા પર બુધવારે લોકસભામાં હંગામો થયો હતો. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે જ્યારે પ્રશ્નકાળ સમાપ્ત થયો, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદ સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેગરૂએ 1962માં ભારત-ચીન યુદ્ધ પર લોકસભામાં ચર્ચાની મંજૂરી આપી હતી.
અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે અમે ભારત-ચીન સરહદ સ્થિતિ પર ચર્ચાની માંગ કરીએ છીએ. 1962માં જ્યરે ભારત-ચીન યુદ્ધ થયું હતું, જવાહરલાલ નેગરૂએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે શું કરવાનું છે. કોંગ્રેસ નેતાની માંગનો જવાબ આપતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.
સ્પીકરે જ્યારે ગૃહની કાર્યવાહીને આગળ વધારી, કોંગ્રેસની સાથે-સાથે ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દા પર ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો. ટીએમસી સાંસદ સુદીપ બંધોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવતા કહ્યું કે, તેમની પાર્ટીના સભ્ય સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યાં છે. આ પહેલા દિવસમાં પણ વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાના વિરોધમાં લોકસભાથી વોકઆઉટ કર્યું હતું.
જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દાને ઉઠાવવા ઈચ્છતા હતા. સ્પીકરે વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે, પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને આ તેમના માટે છે. પરંતુ તેમણે વિવિધ મુદ્દાને ઉઠાવવાની માંગ કરી. ત્યારબાદ કોંગ્રેસ, ડીએમકે, એનસીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય દળોના સભ્યો પ્રશ્નકાળ દરમિયાન વોકઆઉટ કરી બહાર જતા રહ્યાં હતા. તેમાંથી કેટલાક સભ્યો થોડા સમય બાદ ગૃહમાં પરત આવી ગયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.