(જી.એન.એસ) તા. ૪
વડોદરા,
એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશર સાથે અથવા ચોખ્ખું પીવાનું પાણી નહી મળતું હોવાની બુમે ઉઠે છે, તો બીજી તરફ છાશવારે શહેરના કોઇને કોઇ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાઇ સર્જાતા હજારો લિટર પાણી વહી જવાની ઘટનાઓ સામે આવે છે. ગતમોડી રાત્રે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બલ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં લિકેજની ઘટના સામે આવી છે. જેને લઇને હજારો લિટર પીવાલાયક પાણી રસ્તા પર વહી ગયું છે. સવાર સુધી કોઇ મરંમત કાર્ય શરૂ કરવામાં નહી આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વડોદરા પાસે પીવાલાયક પાણીનો પર્યાપ્ત જથ્થો છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઉણુ ઉતર્યું હોય આ વાતની સાબિતી આપતી ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. ફરી એક વખત પાણીની લાઇનમાં લિકેજ થવાના કારણે હજારો લિટર પીવાલાયક પાણી વહી જવા પામ્યું છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાની ઘટના સામે આવી છે. જેમાં હજારો લિટર પાણી વહી જવા પામ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી નહી મળવાની બુમો ઉનાળાથી શરૂ થઇ હતી. જે હજી પણ ચાલુ જ છે. ત્યારે આવી પરિસ્થિતીમાં આ પ્રકારે ભંગાણ ન સર્જાય અને જો સર્જાય તો ગણતરીના સમયમાં જ તેની રીપેરીંગ કાર્ય પૂર્ણ થાય તે પ્રકારે પાલિકાએ આયોજન કરવું જોઇએ.
પરંતુ વડોદરામાં તેનાથી વિપરીત પરિસ્થિતી જોવા મળી રહી છે. હજારો લિટર પાણી વહી ગયા બાદ પણ તેના રીપેરીંગ કાર્યમાં સમય વ્યતિત કરવામાં આવી રહ્યો છે. જે ચિંતાજનક છે. આ સાથે જ ઠેર ઠેર પાણીની લાઇનમાં લિકેજની ઘટનાઓ સામે આવતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવી જોઇએ. અને જો તેમાં કોઇ ક્ષતિ જણાય તો તેની સામે કડક પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.