(જી.એન.એસ), તા.૫
નજર સામે જ બનતું કે દેખાતું બધુ શુધ્ધ હોય એવા વ્હેમમાં ન રહેવું. રાજકોટના અમીન માર્ગના છેડે ખુલ્લા પ્લોટમાં ચાલતા લાઈવ વેફર્સના વેપારમાં ‘ચાવવાના જુદા અને બતાવવાના પણ જુદા’ જેવું આજે આરોગ્ય શાખાના ચેકીંગમાં ખુલ્યુ હતું. ગ્રાહકની નજર સામે જ કેળાના કટકા કરીને તળીને અપાતી વેફર્સમાં ઉપયોગમાં લેવાતું તેલ જનઆરોગ્ય સાથે ખિલવાડ સમાન હોવાનું ફલિત થયું હતું. ચેકીંગ ટીમે ૧૫૦ કિલો દાઝીયું કે કદડા જેવું તેલ અને ૪૫ કિલો કેળાની વેફરનો નાશ કરી વેપાર બંધ કરાવ્યો હતો.
લાઈવ વેફર્સની લાઈમાં રહેતાં ગ્રાહકોના જનઆરોગ્ય સાથે થતાં ચેડાના કારસ્તાન અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડના જણાવ્યા મુજબ શહેરમાં આઠેક જગ્યાએ આવા લાઈવ સ્ટોલ ચાલે છે જેમાં અમીન માર્ગ અને કિશાનપરા ચોકનો સ્ટોલ મુખ્ય છે. આજે અમીનમાર્ગ પરના સ્ટોલ પર ચેકીંગ કરતાં બ્રાન્ડેડ કપાસિયા તેલના ટીન હતા. ટીન ખોલીને જોતા અંદર કાળુ અતિ દાઝી ગયેલું કદળા જેવું તેલ હતું. આવું ૧૫૦ કિલો તેલ અને એ તેલમાંથી તળેલી ૪૫ કિલો વેફર્સનો નાશ કરાયો હતો. વેફર્સનો સંચાલક ગોરખપુર યુપીનો પ્રયાગ ચૌધરી નામનો ઈસમ હતો. વેફર્સમાં છંટાતા મરચાના પાવડર અને તેલનું સેમ્પલ લઈને પરિક્ષણ અર્થે લેબમાં મોકલાયું છે.
તળવામાં કપાસિયાનું બ્રાન્ડેડ તેલ ઉપયોગમાં લેવાતું હોવાનું કહીંને વેફર્સ વેચાતી હતી. જો કે ફુડશાખાના ચેકિંગમાં ખુલેલા કારનામામાં ટીનમાં નાનો હોલ પાડીને શુધ્ધ તેલ ખેંચી લેવાતું હતું અને તેમા હલકી ગુણવત્તા વાળું ભેળસેળીયું દાઝીયું તેલ ભરી દેવાતું હતું. વેફર્સના કાઉન્ટરની પાસે આવા દશથી વધુ સીલ બંધ ટીન પડેલા હતા જે બધા ખોલીને નજર કરતાં અંદર કદળા જેવું ભેળસેળીયુ તેલ જ ભરેલું નીકળતાં ફુડશાખા સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.