(જી.એન.એસ) તા. 29
ચેન્નાઈ,
સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (TVK)ના વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે તેમની પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
તમિલગા વેત્રી કઝગમ (TVK)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક તરફ DMKનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે, તો બીજી તરફ તેઓ ભાજપ સાથે પણ મૌન સમજૂતી ધરાવે છે. બેઠક આ બેઠક દરમિયાન, વિજયે સીમાંકન, હિન્દી લાદવા, GST સંગ્રહ, મહિલાઓ સામે વધતા ગુનાઓ અને મોદી સરકારની વન નેશન વન ઇલેકશન નીતિ પર પણ કટાક્ષ કર્યો હતો.
વિજયે ફિલ્મી શૈલીમાં સરકાર પર નિશાન સાધતા કહ્યું, ‘જો તમે એક હળવા પવનને રોકવાનો પ્રયત્ન કરશો, તો તે એક શક્તિશાળી તોફાનમાં ફેરવાઈ જશે’. તેણે કહ્યું, પ્રધાનમંત્રીજી, તમિલનાડુને કાળજીપૂર્વક સંભાળો. આ એક એવું રાજ્ય છે જેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. અમે વિભાજનકારી શક્તિઓની વિરુદ્ધ છીએ અને ભાઈચારો, સામાજિક ન્યાય અને સાંપ્રદાયિક સૌહાર્દના પક્ષમાં છીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.