Home ગુજરાત ઉત્તર ગુજરાત તમારા આવા વર્તનથી બાળકો રડે છે અને શાળાએ જવાની ના પાડે છે...

તમારા આવા વર્તનથી બાળકો રડે છે અને શાળાએ જવાની ના પાડે છે : જિલ્લા શિક્ષણાધિકારી

3
0

(જી.એન.એસ) તા.૨૦

સાબરકાંઠા,

ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે.  વિજયનગરના લીમડા-1 પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇન્દુબેન જાદવને અંતે ફરજમોકૂફી ઉપર ઉતારી દેવા જિલ્લા કચેરીએ આદેશ આપ્યા છે. કચેરી દ્વારા વહીવટી કામગીરી કરવા કરેલ આદેશનો પણ શિક્ષિકા દ્રારા અનાદર કરાયો હતો. હુકમમાં જણાવ્યા મુજબ લીમડા-1 પ્રા.શાળાના શિક્ષક ઈન્દુબેન તે દમિયાન તેમના દ્રારા ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે. વાલી તેમજ ગામલોકો દ્રારા તમારી સામે બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવા ઉગ્ર રજુઆત કરેલ હતી. વહીવટી કામગીરી કરવા આદેશ કરેલ હતો જે આદેશનો તેમના દ્રારા અનાદર કરેલ છે. સરપંચના નિવેદન મુજબ શિક્ષિકાએ તેમની સામે અપશબ્દો બોલેલ છે. ગ્રામજનોના નિવેદન મુજબ તમારુ બાળકો સાથેનું તોછડુભર્યુ વર્તન કરેલ છે. છોકરાઓને ધમકીઓ આપે છે અને અસભ્ય વર્તન કરે છે. છોકરાઓને પાણી પણ પીવા દેતા નથી. આવા વર્તનથી બાળકો રડે છે અને શાળાએ જવાની ના પાડે છે. ધો.3માં અભ્યાસ કરતા બાળકને માર મારે છે. ધો.4માં અભ્યાસ કરતાં બાળકને જેમ તેમ બોલે છે અને પ્રાર્થના સમયે અસભ્ય વર્તન કરે છે. ધો.8માં અભ્યાસ કરતા બાળકને માર મારવામાં આવેલ છે. સી.આર.સી.કો.ના નિવેદન મુજબ શાળામાં ત્રણ બાળકો CET માં પાસ થયેલ હતા તમોએ કોઈ કાર્યવાહી કરેલ ન હતી. શાળા સ્ટાફના નિવેદન મુજબ પ્રાર્થનામાં સ્ટાફ સાથે ખરાબ વર્તન કરે છે તથા બાળકોને પણ ધમકાવે છે. એસ.એમ.સી. સભ્યના નિવેદન મુજબ શિક્ષિકાએ એસ.એમ.સી સભ્યના નામ જાતે લખેલ છે આ બાબતે એસ.એમ.સી.સભ્યો કંઈ જાણતા નથી. મધ્યાહન ભોજન યોજના સંચાલકના નિવેદન મુજબ બોરમાંથી પાણી ભરવા દેતા નથી.પાણી બહારથી લાવવું પડે છે. આ કારણોસર તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઈ તેઓને તાત્કાલીક અસરથી ફરજમોકુફી હેઠળ મુકવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field