Home ગુજરાત તમામ ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે. 150 હોસ્પિટલોની સ્વૈચ્છિક સંમતિ…!

તમામ ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે. 150 હોસ્પિટલોની સ્વૈચ્છિક સંમતિ…!

1038
0
જરૂર પડ્યે સરકારની એપેડેમિક ડિઝાસ્ટર કોવિડ રેગ્યુલેશન એક્ટ-2005 હેઠળ ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરવાની તૈયારી
અમદાવાદમાં આવનારા સમયમાં હજારો કેસો એક સાથે બહાર આવવાની શક્યતા
સરકારનું દુરોગામી આવકાર દાયક પગલું. મેડિકલ એસો. પાસેથી હોસ્પિટલોની યાદી મેળવાઇઃ ડો. મોનાબેન દેસાઇ
PPE કીટના અભાવે ડોક્ટરો અને મેડીકલ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યોઃ ડો. મોનાબેન દેસાઇ

(જીએનએસ.વિશેષ અહેવાલ)
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો હાલમાં બે હજારથી વધીને આવનારા સમયમાં ખૂબ ઝડપથી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ આરંભી દીધી છે. સરકારે અમદાવાદ મેડિકલ એસોસિએશન(એએમએ) પાસેથા સંલગ્ન હોસ્પિટલોની યાદી મેળવી લીધી છે. તેમાંથી 150 હોસ્પિટલના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાની હોસ્પિટલ સરકારને આપી છે અને બાકીની હોસ્પિટલોને રોગચાળાના કાયદા હેઠળ સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે.
અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડો. મોનાબેન દેસાઇએ જીએનએસ સાથેની એક ખાસ વાતચિતમાં આ અંગેની માહિતી આપતા વધુમાં કહ્યું કે સરકારે અમારી પાસેથી એસો. સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલોની યાદી માંગી છે અને તે આપી દેવામાં આવી છે. સરકાર આ તમામ ખાનગી હોસ્પિટલો સંપાદિત કરીને તેમને ખાસ કોવિડ રોગીઓ માટે ઉપયોગમાં લેવાશે.
કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ડોક્ટરો પણ તેના ચેપના શિકાર બની રહ્યાં છે તે અંગે તેમણે કહ્યું કે, કોરોનાનો રોગ અમદાવાદમાં ફેલાયો ત્યારે ફરજ પરના ડોક્ટરોને પીપીઇ કીટ ખૂબ ઓછી અપાતી હતી. તમામ ડોક્ટરોને પીપીઇ કીટ અપાતી નહોતી. મુખ્ય મુખ્ય ડોક્ટરોને પીપીઇ કીટ આપવામાં આવી હોવાથી કેટલાક ડોક્ટરો પણ આ રોગના સંક્રમણના શિકાર બન્યા. જો કે હવે સરકાર પાસે પીપીઇ કીટ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે તમામ ડોક્ટરોને આપવામાં આવે છે.
દરમ્યાન, સૂત્રોએ કહ્યું કે, સરકારને અને અમદાવાદ મ્યુનિ.ના સત્તાવાળાઓને એવી જાણકારી છે જ કે અમદાવાદમાં આવનારા સમયમાં કોરોનાના કેસો વધવાના છે અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સમાવવાની ક્ષમતા પૂરી થઇ ગઇ છે. એસવીપી હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. દર્દીઓની સંખ્યા વધવાની હોવાથી હવે તમામ ખાનગી હોસ્પિટલોને સંપાદિત કરવાની કાર્યવાહી થઇ રહી છે.
દરમ્યાનમાં આંધ્રપ્રદેશ સરકારે પણ તમામ ખાનગી અને બિન સરકારી હોસ્પિટલોને એપી એપેડેમિક ડિઝાસ્ટર કોવિડ રેગ્યુલેશન એક્ટ-2005 હેઠળ હસ્તગત કરવાના આદેશો બહાર પાડ્યા છે. જેથી કોરોનાના દર્દીઓ માટે આ તમામ હોસ્પિટલોના સંશાધનો, પથારીઓ, લેબ, ફાર્મસી, માનવબળ વગેરે.નો ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકાય. ગુજરાત સરકાર પણ એવુ જ કરવા જઇ રહી છે. અને તમામ ખાનગી અને બિન સરકારી હોસ્પિટલોને હસ્તગત કરીને તેમનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેશે. આમ એમ કહી શકાય કે અમદાવાદ કે જે ચીનના વુહાનના માર્ગે જઇ રહ્યું છે તેમાં 50 હજારથી લઇને 8 લાખ કેસો બહાર આવવાની શક્યતા ખુદ સત્તાવાળાઓએ વ્યક્ત કરી છે ત્યારે હોસ્પિટલોમાં કેવી હાલત સર્જાશે તેની તો કલ્પના જ કરવી રહી, એમ પણ સૂત્રોએ કહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોના દર્દીઓના ડેટાનો વેપાર..!?, આરોગ્ય સચિવ-કમિશ્નર વચ્ચેનો વિવાદ વકર્યો
Next articleરહસ્યઃ કોરોના દર્દીઓ માટે તૈયાર કરાયેલ VSનો 3 માળનો ટ્રોમા સેન્ટર પણ ખાલી…!