Home મનોરંજન - Entertainment ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર થયું રિલીઝ

ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર થયું રિલીઝ

27
0

(GNS),02

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આયુષ્માન ખુરાના ઘણા સમયથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. અનન્યા પાંડેનો ફર્સ્ટ લૂક અને ફિલ્મનું નાનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન ખુરાના સાડીનો પલ્લુ લહેરાવતો જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મનું ફની ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આયુષ્માન ખુરાના જે રીતે તેને ઘણી ફિલ્મોની સાથે તેનું પ્રમોશન કરી રહ્યો છે તેથી આ ફિલ્મ લોકોના મનમાં વસી ગઈ છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સિવાય પરેશ રાવલ, અન્નુ કપૂર, વિજય રાજ, રાજપાલ યાદવ, સીમા પાહવા, ગોવર્ધન અસરાની, અભિષેક બેનર્જી, મનજોત સિંહ, મનોજ જોશી, સુદેશ લહરી અને અનુશા મિશ્રા જેવા ઘણા જાણીતા કલાકારો છે. કોમેડી જોનરમાં આ તમામ કલાકારો મોટું નામ ધરાવે છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મમાં ધમાલ થશે તે નક્કી છે.

લગભગ ચાર વર્ષ બાદ આયુષ્માન ખુરાના ફરી પૂજા બનીને પરત ફરી રહ્યો છે. સામે આવેલા ટ્રેલરમાં આયુષ્માન પૂજાનો હોવાનું નાટક કરતો જોવા મળે છે. આ ટ્રેલર જોઈને હસવાનું બંધ થશે નહીં, કારણ કે આ વખતે પૂજા માટે લગ્નના સંબંધો પણ આવી ગયા છે. ટ્રેલરમાં જોવા મળે છે કે પૂજા એટલે કે આયુષ્માન શાહરૂખ નામના છોકરા સાથે લગ્ન કરે છે. રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનેલી ડ્રીમ ગર્લ 2 ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનું લેખન પણ રાજે કર્યું છે. પહેલો પાર્ટનું નિર્દેશન પણ રાજે કર્યું હતું. વર્ષ 2019માં આવેલી આ ફિલ્મે ફેન્સનું ઘણું મનોરંજન કર્યું હતું. પહેલા પાર્ટમાં નુસરત ભરૂચા આયુષ્માન સાથે જોવા મળી હતી. આ પહેલીવાર છે જ્યારે આયુષ્માનની અનન્યા સાથે જોડી બનવા જઈ રહી છે. ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field