Home મનોરંજન - Entertainment ‘ડ્રીમ ગર્લ ટુ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો, આ તારીખે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ...

‘ડ્રીમ ગર્લ ટુ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો, આ તારીખે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે

24
0

(GNS),26

આયુષ્યમાન ખુરાનાની સફળ ફિલ્મ ડ્રીમ ગર્લનો બીજો પાર્ટ ‘ડ્રીમ ગર્લ 2’નો ફર્સ્ટ લુક મંગળવારે રિલીઝ થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ લુક શેર કરતા આયુષ્યમાને લખ્યુ હતું, ‘યે તો સિર્ફ પહેલી ઝલક હૈ. ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર મોર ખૂબસુરત ધેન ધે એપિયર’. ફર્સ્ટ લુકમાં આયુષ્યમાન બે અવતારમાં નજરે પડે છે. પુજા તરીકે અને કરમ તરીકે, પુજા તરીકે તેણે બ્લાઉઝ અને સ્કર્ટ પહેર્યાં છે. તેના વાળ લાંબા છે અને મિરરમાં જોઇને લિપસ્ટિક લગાવે છે, જ્યારે અરીસાની બીજી બાજુ આયુષ્યમાન ખુરાના છે, જેણે ગુલાબી ટી શર્ટ પહેર્યું છે. અગાઉ કમલ હસન (ચાચી 420) અને ગોવિંદા (આન્ટી નંબર વન)માં સ્ત્રી પાત્ર ભજવી ચૂક્યા છે. રાજ શાંડિલ્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની કહાની કરમ (આયુષ્યમાન ખુરાના)ની આસપાસ કેન્દ્રીત છે. નાના ટાઉનનો આ યુવક પૈસા કમાવવાની ફિરાકમાં હોય છે. તેને પરી (અનન્યા પાંડે) સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ કહાનીમાં વળાંક આવે છે.

ફર્સ્ટ લુક પોસ્ટર શેર થયા બાદ યુઝર્સે તેમની પ્રતિક્રિયા આપી હતી. આયુષ્યમાનની પત્ની તાહિરાને પોસ્ટર ખૂબ ગમ્યું છે. અભિનેત્રી અમૃતા ખાનવિલકરે લખ્યું, અરે કોઇ સિટી બજાઓ. ફર્સ્ટ લુક રિલીઝ કરતા પહેલાં ડ્રીમ ગર્લ 2નાં મેકર્સે વિવિધ ટીઝર દ્વારા કુતુહલતા ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં પઠાણ તરીકે શાહરૂખ ખાન અને રોકી (રોકી રાની કી પ્રેમકહાની) તરીકે રણવીર સિંહ સહિતનાં પ્રસિદ્ધ કેરેક્ટર્સનાં અવાજો રજૂ કરવામાં આવ્યા હતા. એકતા કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનન્યા પાંડે, અન્નુ કપૂર, પરેશ રાવલ, વિજય રાઝ, મનોજ જોષી, રાજપાલ યાદવ, સીમા પાહવા અને અભિષેક બેનરજી જેવા કલાકારો છે. ફિલ્મ 25 ઓગસ્ટનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field