(જી.એન.એસ) તા.૩ મુંબઈ
બોલીવુડ અભિનેત્રી અને આઈટમ ગર્લ રાખી સાવંત હંમેશા પોતાના બડબોલા નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગત કેટલાક સમય પહેલા રાખીએ એક ટીવી શોમાં રામાયણનાં રચયિતા ભગવાન વાલ્મીકિ અને તેમને ભગવાન માનનારા લોકો વિરૂદ્ધ અપમાનજનક નિવેદન આપ્યુ હતું. જેના અનુસંધાનમાં રાખીની ધરપકડ કરવા માટે સોમવારનાં રોજ પંજાબ પોલીસ મુંબઇ જવા રવાના થઇ ગઇ હતી. હવે ખબર આવી રહી છે કે, પંજાબ પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી લીધી છે.
બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત વિવાદાસ્પદ કમેન્ટ્સ કરવા અને ‘ડ્રામા ક્વીન’ તરીકે પંકાયેલી છે. એણે એક નવો વિવાદ ઊભો કર્યો છે અને એમાં તેની ધરપકડનું વોરંટ નીકળ્યું હતો. આ વોરંટ પંજાબના લુધિયાણાની એક કોર્ટે ઈસ્યૂ કર્યું છે. આ કેસ પવિત્ર હિન્દુ મહાગ્રંથ ‘રામાયણ’ના રચયિતા વાલ્મિકી ઋષિના રાખીએ કરેલા અપમાનને લગતો છે.
રાખીએ વાલ્મિકી ઋષિ વિશે અમુક વાંધાજનક નિવેદનો કર્યા હોવાનું કહેવાય છે. એના સંદર્ભમાં રાખી વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને પગલે લુધિયાણાની કોર્ટે ગઈ 9 માર્ચે વોરંટ ઈસ્યૂ કર્યું હતું. કોર્ટનો ઓર્ડર હોવા છતાં રાખી 9 માર્ચે કોર્ટમાં હાજર ન થતાં હવે એની ધરપકડ કરવા માટે લુધિયાણાની પોલીસ મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે.
રાખીએ ગયા વર્ષે એક ખાનગી ટીવી ચેનલ પરના કાર્યક્રમમાં વાલ્મિકી વિશે કરેલી કમેન્ટ્સને કારણે વાલ્મિકી સમાજના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે.
ફરિયાદીએ કહ્યું છે કે રાખીએ એવી કમેન્ટ કરીને વાલ્મિકીનાં અનેક અનુયાયીઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
લુધિયાણાના બે પોલીસ અધિકારી રાખીની ધરપકડ કરવા માટે અરેસ્ટ વોરંટ સાથે મુંબઈ આવવા રવાના થઈ ગયા છે.
આ કેસની હવે પછીની સુનાવણી 10 એપ્રિલે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.